________________
૬૮
કર્મગ્રંથ-૨ વિવેચન નવમાના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય
૫ ૪ ૧ ૪ ૦ ૧ ૧ ૫ = ૨૧ મોહનીય ૪ = સંજવલન ૪ કષાય
નવમાના બીજા ભાગના અંતે એકનો અંત થાય. મોહનીય ૧ = સંજવલન કોધનો અંત થાય.
નવમાના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય-વેદનીય મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય.
મોહનીય-૩ = સંજવલન માન-માયા-લોભ.
નવમાના ત્રીજા ભાગના અંતે એકનો અંત થાય. મોહનીય-૧ = સંજવલન માનનો અંત થાય.
નવમાના ચોથા ભાગે ૧૦ પ્રકૃતિઓ બંધાય. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય.
૫ ૪ ૧ ૨ ૦ ૧ ૧ ૫ = ૧૯ મોહનીય - ૨, સંજવલન માયા - સંજવલન લોભ.
નવમાના ચોથા ભાગના અંતે ૧નો અંત થાય. મોહનીય - ૧ સંજવલન માયાનો અંત થાય.
નવમાના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય. જ્ઞાનાવરાણીય-દર્શનાવરણીય વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય.
૪ ૧ ૧ ૦ ૧ ૧ ૫ = ૧૮ નવમાના પાંચમા ભાગના અંતે ૧નો અંત થાય. મોહનીય ૧ સંજવલન લોભનો અંત થાય.
અત્રે પણ નવમાં ગુણસ્થાનકના પાંચભાગ કહ્યા છે તે વાસ્તવિક રીતિએ પાંચ ભાગ નથી પાગ સંખ્યાતા સંખ્યાના ભાગે વિશુદ્ધિ વધતી જતી હોવાથી તે તે પ્રકૃતિઓનો બંધ, વિચ્છેદની યોગ્યતાને પ્રાપ્ત થાય છે. તેથી તેને સમજવા માટે જ્ઞાની ભગવંતોએ પાંચ ભાગ પાડી નિરૂપણ કરેલ છે.
દશમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ૧૩ પ્રકૃતિઓ બંધાય છે.