________________
કર્મગ્રંથ-૨ વિવેચન
૬૭
પ્રત્યેક - ૬ = પરાઘાત - ઉચ્છવાસ - અગુરુલઘુ - જિનનામ - નિર્માણ - ઉપઘાત
ત્રસ - ૯ = ત્રસ – બાદર - પર્યાપ્ત - પ્રત્યેક - સ્થિર - શુભ - સુભગ - સુસ્વર - આદેય.
આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય.
૪ ૧ ૯ ૦ ૧ ૧ ૫ = ૨૬ મોહનીય ૯ = સંજવલન ૪ કષાય-હાસ્ય-રતિ-ભય-જુગુપ્સા-પુરૂષદ. નામ-૧ = યશનામકર્મ આઠમાના સાતમા ભાગના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪ = હાસ્ય-રતિ-ભય-જુગુપ્સા.
આ આઠમાં ગુણસ્થાનકના સાત ભાગ જે પાડવામાં આવેલ છે તેમાં વાસ્તવિક રીતિએ તેના ભાગ હોતા નથી પણ જીવના અધ્યવસાય એટલે પરિણામની વિશુદ્ધિ જેમ જેમ થતી જાય છે તેમ તેમ બંધને અયોગ્ય, અથવા બંધ વિચ્છેદ પ્રકૃતિઓનો અંત થતો જાય છે. કારણ બંધ માટે જે અધ્યવસાય તથા કષાય જોઈએ તેનાથી નિર્મલ વિશુદ્ધ અધ્યવસાય થતો જાય છે. તેમ કષાયની મંદતા પણ સાથે થતી જાય છે. તેથી તે પ્રકૃતિઓ બંધમાંથી વિચ્છેદ પામે છે. તે આ પ્રમાણે
આઠમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગના અધ્યવસાય સ્થાનો સુધી નિદ્રા અને પ્રચલા બંધાય છે. ત્યાર બાદ જે અધ્યવસાય આવે ત્યાં તે બેનો બંધ વિચ્છેદ થાય છે. ત્યાર બાદ ઘણા સંખ્યાતા ભાગ સુધીના અધ્યવસાય સ્થાનો જાય ત્યારે નામ કર્મની ત્રીશ પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય છે. ત્યાર બાદ સંખ્યાતા ભાગના અધ્યવસાય સ્થાનો બાદ આઠમા ગુણસ્થાનકના છેલ્લા સમયે ચાર મોહનીય પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય છે. તેને સારી રીતે સરળતાથી સમજવા માટે જ્ઞાની ભગવંતોએ આઠમા ગુણસ્થાનકના સાત ભાગ પાડેલ છે.
નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય. જ્ઞનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય મોહનીય-આયુષ-નામ-ગોત્ર-અંતરાય
૫ ૪ ૧ ૫ ૦ ૧ ૧ ૫ = ૨૨ મોહનીય = ૫ સંજવલન ૪ કષાય-પુરૂવેદ. નવમાના પહેલા ભાગના અંતે એકનો અંત થાય. મોહનીય-૧ = પુરૂષવેદ.