________________
૪૬
કર્મગ્રંથ-૨ વિવેચન આ રીતે ઉપશમ શ્રેણીનું વર્ણન સમાપ્ત ક્ષપકશ્રેણીનું સ્વરૂપ વર્ણન: અનંતાનુબંધી ૪ કષાય અને દર્શનત્રિક આ સાત પ્રવૃત્તિઓની ક્ષપના ૪ થી ૭ ગુણસ્થાનકમાં રહેલા જીવો કરે છે. આ ક્ષપકશ્રેણી ૧લા સંધયણવાળા જીવો કરે છે. ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃત્તિઓને ખપાવવા માટેનું ૭મું ગુણસ્થાનક તે યથાપ્રવૃત્તકરણ કહેવાય છે. ૮મુ ગુણસ્થાનક તે અપૂર્વકરણ કહેવાય છે. ૯મુ ગુણસ્થાનક તે અનિવૃત્તિકરણ ગુણસ્થાનક કહેવાય છે. આ ત્રણે કરણો જીવ પુરૂષાર્થથી કરે છે. સ્થિતિઘાતાદિ પાંચવાના કરણ અનુસાર હોય છે. ઉદ્વલના સંક્રમ સહિત ગુણસંકમવડે સત્તાનો નાશ કરે છે. ક્ષપકશ્રેણીવાળા ૧૦મેથી ૧૨મેજ જાય છે ત્યારબાદ ૧૩-૧૪મે થઈ એજ ભવે સિદ્ધિગતિમાં જાય છે.
ક્ષપકશ્રેણીમાં એક સાથે ૧૦૮ જીવો પ્રવેશ કરે છે. ૮ થી ૧૨ ગુણસ્થાનકમાં ઉત્કૃષ્ટથી સત્પુથત્વ (૨૦૦ થી ૯૦૦) હોય છે. અને જઘન્યથી કોઈવાર ૬ માસ સુધી એકપણ ન હોય એમ પાગ બને છે. શ્રાકશ્રેણીમાં નીચેના ક્રમે પ્રકૃતિઓનો નાશ થાય છે.
(૧) અનંતાનુબંધી ૪ કષાય (૨) મિથ્યાત્વ મોહનીય (૩) મિશ્ર મોહનીય (૪) સમ્યકત્વ મોહનીય (૫) નરક-તિર્યંચ-દેવાયુષ્ય (૬) એકૅન્દ્રિયાદિ ૪ જાતિ - નરકધિક-તિર્યંચદ્દિક-આતપ-ઉદ્યોત-સ્થાવર-સુક્ષ્મ-સાધારણ અને થીણધ્ધિત્રિક એમ ૧૬ પ્રકૃતિઓ (૭) અપ્રત્યાખ્યાનીય ૪ કષાય - પ્રત્યાખ્યાનીય - ૪ કષાય તેમ ૮ કષાય (૮) નપુંસકવેદ (૯) સ્ત્રીવેદ (૧૦) હાસ્યષક (૧૧) પુરૂષદ (૧૨) સંજવલન ક્રોધ (૧૩) સંજવલન માન (૧૪) સંજવલન માયા (૧૫) સંજવલન લોભ (૧૬) નિદ્રાદ્રિક (૧૭) જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૪, અંતરાય ૫ એમ ૧૪ પ્રકૃત્તિઓ (૧૮) ૧૪મા ના ઉપાજ્ય સમયે અઘાતી કમની ૭ર અથવા ૭૩ પ્રકૃત્તિઓ (૧૯) ૧૪મા ગુણસ્થાનકના અંત સમયે ૧૨ અથવા ૧૩ પ્રવૃત્તિઓનો ક્ષય કરતાં જીવો સિદ્ધિગતીને પામે છે.
ક્ષપકશ્રેણીએ ચડતાં ૯ અને ૧૦ ગુણસ્થાનકે જીવોને જે સ્થિતિબંધ હોય એ જ સ્થાને ઉપશમશ્રેણીએ ચડતા જીવોને તે સ્થિતિબંધ બમણો હોય છે તથા રસબંધ અનંતગુણ હીન શુભ પકૃત્તિઓનો હોય છે. અને અશુભ પ્રવૃત્તિઓનો અનંતગુણ અધિક રસબંધ હોય છે તથા ઉપશમશ્રેણીથી પાછા ફરેલા જીવને આ ગુણસ્થાનકમાં ક્ષપકશ્રેણીવાળા કરતાં ૪ઘાણી બંધ જાણવો અને ઉપશમ શ્રેણી એ ચડતાં જીવોની અપેક્ષાએ બમણો સ્થિતિબંધ જાણવો. સર્વ મોહનીય કર્મનો ક્ષય કરે તે જીવોને સર્વશ્રેપક જીવો કહેવાય છે.