________________
કર્મગ્રંથ-૨ વિવેચના અંતરમુહૂર્તની સ્થિતિ સત્તાવાળો કરે છે જેને બીજી વચલી સ્થિતિ કહેવાય છે. ત્રીજો ભાગ અંત:કોટાકોટી સાગરોપમની સ્થિતિ વાળો રાખે છે જેને ત્રીજી સ્થિતિ સત્તારૂપે કહેવાય છે.
પહેલી સ્થિતિના એટલે અનિવૃત્તિકરણના સંખ્યાત ભાગ જેટલો કાળ ભોગવીને પૂર્ણ થયા બાદ વચલી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દલિકોને ઉદિરોણાકરાણ દ્વારા તથા અપવર્તનાકરણ દ્વારા પહેલી સ્થિતિમાં એટલે કે અનિવૃત્તિકરણના કાળમાં લાવી લાવીને ઉદય દ્વારા નાશ કરે છે.
વચલી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દલિકો જે પહેલી સ્થિતિમાં આવે એવા ન હોય અર્થાત્ જે દલિકોની ઉદિરણા કે અપવર્તના થઈ શકે તેમ ન હોય તે દલિકોની સ્થિતિ (ઉદ્વર્તનાકરણ દ્વારા) વધારીને ત્રીજી સ્થિતિરૂપ બનાવી બનાવીને ત્રીજી સ્થિતિમાં નાખે છે. આ રીતે અનિવૃત્તિકરણના કાળમાં સમયે સમયે વચલી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દલિકોને ખાલી કરવાની પ્રક્રિયા ચાલુ હોય છે આ પ્રક્રિયા અનિવૃત્તિકરણનો બે આવલિકા જેટલો કાળ બાકી રહે ત્યાં સુધી ચાલે છે.
જ્યારે પહેલી સ્થિતિનો બે આવલિકા કાળ બાકી રહે ત્યારે વચલી સ્થિતિને મિથ્યાત્વના દલિકો ત્રીજી સ્થિતિમાં જવા લાયક રહેતા ન હોવાથી ત્રીજી સ્થિતિમાં એકપણ દલિક નંખાતું નથી અર્થાત્ જતું નથી. આ ક્રિયાને જ્ઞાની ભગવંતોએ આગાલવિચ્છેદ કિયા એમ જણાવેલ છે.
આગાલ :- પહેલી સ્થિતિમાં વિદ્યમાન જીવ વચલી સ્થિતિના દલિકોને ઉદવર્તના દ્વારા ત્રીજી સ્થિતિમાં નાખવાની જે ક્રિયા કરે છે તે આગાલ કહેવાય છે. . પહેલી સ્થિતિનો ૧ આવલિકાકાળ જેટલો સમય બાકી રહે ત્યારે વચલી સ્થિતિના મિથ્યાત્વના દલિકો પહેલી સ્થિતિમાં આવતા હતા તે આવતા બંધ થાય છે. કારણ કે હવે વચલી સિતિમાં મિથ્યાત્વનું એકપણ દલિક રહેલું નથી. આ કિયાકાળને જ્ઞાની ભગવંતોએ ઉદિરણા વિચ્છેદકાળ કહ્યો છે.
પહેલી સ્થિતિ ભોગવવાનો એક આવલિકા કાળ બાકી રહેલો છે એટલે અનિવૃત્તિકરણનો એક આવલિકા જેટલો કાળ ભોગવવાનો બાકી રહ્યો છે ત્યારે વચલી સ્થિતિમાં મિથ્યાત્વનું એક પણ દલિક રહેલું હોતું નથી અને ત્રીજી સ્થિતિ મિથ્યાત્વના દલિકની અંત:કોટાકોટી સાગરોપમની સ્થિતિવાળી હોય છે.
અંત:કરણ :- મિથ્યાત્વના દલિકો વગરની સ્થિતિનો જે કાળ તે અંત:કરણકાળ કહેવાય છે. પહેલી સ્થિતિનો એક આવલિકાકાળ ઉદય દ્વારા ભોગવીને પૂર્ણ થતાં બીજી