________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
૪૯
છે
ઉ આ પ્રક્રિયા ત્યાં સુધી જાણવી કે જ્યાં સુધી સમય અધિક આવલિકા
માત્ર બાકી રહે ત્યાં સુધી જાણવું ૩૧૩. ત્યાર બાદ શું કાર્ય કરે ?
ત્યાર બાદ બીજી સ્થિતિમાં રહેલું બીજી કિટ્ટીનું દલિયું આકર્ષીને
પહેલી સ્થિતિનું કરે છે અને વેદે છે. ૩૧૪. આ કાર્ય કયાં સુધી કરે? ઉ આ પણ ત્યાં સુધી જાણવું કે સમયાધિક આવલિકા માત્ર બાકી રહે
ત્યાં સુધી જાણવું ૩૧૫. અનંતર સમયે શું કાર્ય કરે? ઉ.
અનંતર સમયે ત્રીજી સ્થિતિનું બીજી સ્થિતિમાં રહેલું દલિક આકર્ષીને
પ્રથમ સ્થિતિનું કરે છે અને વેદે છે. ૩૧૬. આ કયાં સુધી કરે ?
સમયાધિક આવલિકા માત્ર કાલ રહે ત્યાં સુધી તે કાર્ય કરે છે. ૩૧૭. આ ત્રણે સ્થિતિનું દલિક શી રીતે શેમાં નાંખે?
આ ત્રણે કિટ્ટી વેદન અધ્ધાને વિષે ઉપરની સ્થિતિનું દલિક ગુણ સંક્રમે કરીને પણ સંજ્વલન માનમાં નાખે છે. ગુણસંક્રમ વડે એટલે કઈ રીતે?
સમયે સમયે અસંખ્યગુણ વૃધ્ધિએ નખાય તે ગુણસંક્રમ કહેવાય. ૩૧૯. ત્રીજી કિટ્ટી ચરમ સમયે શું કાર્ય થાય?
ત્રીજી કિટ્ટી વેદના અધ્ધાના ચરમ સમયે સંજ્વલન ક્રોધના બંધ-ઉદયઉદીરણાનો સમકાલે વિચ્છેદ થાય છે તેની સત્તાપણ સમય ન્યૂન બે આવલિકાએ બાંધેલ દલિક વર્જીને બાકીના બધા સંજ્વલન માનને
વિષે સંક્રમાવે છે. ૩૨૦. અનંતર સમયે જીવ શું કાર્ય કરે ?
અનંતર સમયે માનની પ્રથમ કિટ્ટીનું દ્વિતીય સ્થિતિગત દલિક આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે છે. પ્રથમ સ્થિતગત કરેલ દલિક કેટલા કાળ સુધી વેદ?
ને
૩૧૮.
૩૨૧.