________________
૩૬
કર્મગ્રંથ-૬
અને જિનના નામની નવ પ્રકૃતિઓ હોય છે ટપા મતાંતરે મનુષ્યાનુપૂર્વી સહિત અયોગી ગુણસ્થાનકના છેલ્લા સમયે તેર પ્રકૃતિઓ સત્તામાં હોય છે તે ઉત્કૃષ્ટ થી જાણવું. જઘન્ય થી જિનનામ વિના ૧૨ પ્રકૃતિઓ જાણવી ૮૬ll મનુષ્યગતિ સાથે ઉદય છે જેનો એવી ભવ વિપાકી-ક્ષેત્ર વિપાકી અને જીવવિપાકી એક વેદનીય-ઉચ્ચગોત્ર -ભવ્ય સિધ્ધિક જીવને છેલ્લે સમયે ક્ષય પામે છે II૮૭ કર્મક્ષય થયા પછી એકાંત શુધ્ધ સંપૂર્ણ સાંસારિક સુખના શિખર તુલ્ય, રોગ રહિત, ઉપમારહિત, નાશરહિત, બાધા રહિત, સ્વાભાવિક તથા ત્રણ રત્નના સારભૂત એવા મોક્ષના સુખને સિધ્ધિગતિમાં ગયેલા જીવો અનુભવે છે l૮૮
ક્ષપકશ્રેણીનું સ્વરૂપ વર્ણન ૨૧૩. ક્ષપકશ્રેણી કેટલા પ્રકારે હોય? કયા? ઉ બે પ્રકારે છે. ૧. સંપૂર્ણ ક્ષપકશ્રેણી, ૨. ખંડ ક્ષપકશ્રેણી, ૨૧૪. સંપૂર્ણ ક્ષપકશ્રેણી કોને કહેવાય?
દર્શન મોહનીય. ચારિત્ર મોહનીયનો સંપૂર્ણ ક્ષય કરીને ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત કરીને કેવલજ્ઞાન પામી સિધ્ધિગતિમાં જાય તે સંપૂર્ણ ક્ષપકશ્રેણી
કહેવાય છે. ૨૧૫. ખંડ ક્ષપકશ્રેણી કોને કહેવાય?
અનંતાનુબંધિ૪-કષાય તથા ત્રણ દર્શનમોહનીય એ સાત પ્રકૃતિઓનો ક્ષય કરીને એટલે દર્શન મોહનીયની સાત પ્રકૃતિનો ક્ષય કરીને અટકી જાય અને ચારિત્ર મોહનીય પ્રકૃતિનો ક્ષય ન કરે તે ખંડ ક્ષપકશ્રેણી
કહેવાય છે. ૨૧૬. દર્શન સપ્તકનો ક્ષય કયા કયા ગુણઠાણે થાય ? ઉ ચાર થી સાત ગુણસ્થાનકમાં વિદ્યમાન જીવો કરે છે. ર૧૩. ચારિત્ર મોહનીયનો ક્ષય કયા કયા ગુણઠાણે થાય? ઉ સાતમા ગુણસ્થાનકથી ક્ષય કરવા માટેની શરૂઆત કરતા નવમા દશમા