________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૩૫
૧૯૮.
ઉ ઉપશમ શ્રેણી આશ્રયી ૩ સત્તા ૨૮, ૨૪, ૨૧, ક્ષપકશ્રેણી આશ્રયી
૧ સત્તા ૧ પ્રકૃતિનું હોય છે. અગ્યારમા ગુણઠાણે સત્તાસ્થાનો કેટલા હોય? કયા? ત્રણ સત્તાસ્થાનો ૨૮, ૨૪ અને ૨૧ હોય છે. ઉપશમશ્રેણી ઉપશમ સમક્તિીને ૨૮, ૨૪ હોય. ઉપશમ શ્રેણી ક્ષાયિક સમક્તિીને ૨૧નું સત્તાસ્થાન હોય છે. ગુણસ્થાનકને વિષે મોહનીય કર્મના યોગ, ઉપયોગ,
લેશ્યાદિ ગુણિત બંધોદય સત્તા ભાંગાઓનું વર્ણન ૧૯૯. પહેલા ગુણઠાણે સાતના ઉદયે યોગાદિ ગુણિત બંધોદય ભાંગા કેટલા
થાય? કયા ? ઉ. રચના બંધે, બંધમાંગા-૨, ઉદયસ્થાન-૧, સાત પ્રકૃતિનું, ઉદય
ચોવીશી-૧, ઉદયભાંગા-૨૪, ઉદયપદ-૭, પદવૃંદ ૭x ૨૪ = ૧૬૮ થાય છે. યોગ-૧૦ અપર્યાપ્તાના ૩યોગ સિવાયના ૧ X ૧૦ = ચોવીશી ૧૦, ૨૪ x ૧૦ = ઉદયભાંગા ૨૪૦, ઉદયપદ ૭ X ૧૦ = યોગ ગુણિતપદ-૭૦, ૭૦ x ૨૪ = યોગ ગુણિત પદવૃંદ ૧૬૮૦ થાય છે. સત્તાસ્થાન-૧, ૨૮ પ્રકૃતિનું હોય. બંધમાંગા રx ઉદયભાંગા૨૪ x ૧ સત્તાસ્થાન - = ૪૮ બંધોદય ભાંગા થાય x ૧૦ યોગ =
યોગ ગુણિત બંધોદય ભાંગા ૪૮૦ થાય છે. ૨૦૦. પહેલા ગુણઠાણે સાતના ઉદયે ઉપયોગ ગુણિત બંધોદય ભાંગા કેટલા
થાય? કયા? રચના બંધે બંધ ભાંગા-૨, ઉદયસ્થાન-૧, સાત પ્રકૃતિનું, ઉદય ચોવીશી-૧, ઉદયભાંગા-૨૪, ઉદયપદ-૭, પદવૃંદ-૧૬૮, સત્તા-૧, ઉપયોગ-૫(૩-અજ્ઞાન, ર-દર્શન) હોય છે. ૧૪૫ = ઉપયોગ ગુણિત ચોવીશી ૫, ૨૪ x ૫ = ઉપયોગ ગુણિત ઉદયભાંગા ૧૨૦, ૭ Xપ= ઉપયોગ ગુણિત ઉદયપદ ૩૫, ૩૫ X ૨૪ = ઉપયોગ ગુણિત પદવૃંદ ૮૪૦ થાય. બંધ ભાંગા ૨ x ઉદય ભાંગા ૨૪ X સત્તા૧ = ૪૮ બંધોદય ભાંગા x૫ ઉપયોગ = ૨૪૦ ઉપયોગ ગુણિત બંધોદય ભાંગા થાય છે.