________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૩૩
૧૮૪. ત્રીજા ગુણઠાણે સત્તાસ્થાનો કેટલા હોય? કયા?
ત્રણ સત્તાસ્થાન ૨૮, ૨૭, ૨૪ હોય છે. ૨૮ પ્રકૃતિનું સર્વ સામાન્ય ચોથેથી ત્રીજે આવતાં જીવોને હોય. ૨૭નું સત્તા સ્થાન પહેલા ગુણઠાણે સાદિ મિથ્યાત્વીને ૨૮ની સત્તામાંથી સમ્યકત્વ મોહનીય ઉવલના કર્યા બાદ મિશ્ર મોહનીયનો ઉદય થતાં પહેલાથી ત્રીજા ગુણઠાણે આવે તેવા જીવોને હોય છે. ૨૪ નું સત્તાસ્થાન ચોથા ગુણઠાણે ક્ષયોપશમ સમક્તિી જીવ અનંતાનુંબંધિ ચાર કષાયોનો ક્ષય કરે (વિસંયોજના કરે) ત્યારે ચોવીશ ની સત્તાવાળા થાય તે જીવોને મિશ્ર
મોહનીયનો ઉદય થતાં ત્રીજે આવે ત્યારે ચોવીશનું સત્તાસ્થાન હોય છે. ૧૮૫. ચાર થી સાત ગુણઠાણે મોહનીય કર્મના સત્તાસ્થાનો કેટલા કેટલા
હોય ? કયા? શાથી ? પાંચ સત્તાસ્થાનો હોય. ૨૮, ૨૪, ૨૩, રર, અને ૨૧. ૨૮નું ઉપશમ સમકિતીને તથા ક્ષયોપશમ સમકિતીને હોય ૨૪નું સત્તાસ્થાન ઉપનામ શ્રેણીવાળા ઉપશમ સમક્તિીને હોય તથા ક્ષયોપશમ સમક્તિી જીવોને હાય. અનંતાનુબંધિ ચારના ક્ષયોપશમ કરેલ હોય તેને હોય ૨૩ અને રરનું નિયમોક્ષયોપશમ સમક્તિીને હોય છે. ૨૧નું સત્તાસ્થાન
નિયમા ક્ષાયિક સમક્તિી જીવોને હોય છે. ૧૮૬. ઉપશમ સમક્તિીને સત્તાસ્થાનો કેટલા હોય? શાથી?
બે સત્તાસ્થાનો હોય, ૨૮નું ર૪નું, અનાદિ મિથ્યાત્વી સૌ પ્રથમ ઉપશમ સમક્તિ પામે ત્યારે તે જીવોને ઉપશમ સમક્તિીના કાળમાં નિયમો ૨૮નું સત્તા હોય છે. ઉપશમ શ્રેણીનું ઉપશમ સમક્તિ પામતા જીવોમાં જે જીવો અનંતાનુબંધિ ચાર કષાયનો ક્ષય અને દર્શન મોહનીય ત્રણ ઉપશમાવે ત્યારે ૨૪નું સત્તાસ્થાન હોય અથવા ઉપશમ શ્રેણીથી ૪ થી
૬ ગુણઠાણમાં આવેલ જીવોને હોય છે. ૧૮૭. ક્ષયોપશમ સમક્તિી જીવોને સત્તાસ્થાનો કેટલા હોય? શાથી?
ચાર સત્તાસ્થાનો હોય, ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૮નું સર્વ સામાન્ય હોય છે. ર૪નું અનંતાનુબંધિના ક્ષયે અથવા વિસંયોજના કરે હોય. ૨૩નું સાયિક સમક્તિ પામતાં અનંતાનુબંધિ ૪ કષાય અને મિથ્યાત્વનાં