________________
પ્રશ્નોત્તરી ભાગ-૫
હોય તેર અને ચૌદમા ગુણસ્થાનકે સત્તા હોતી નથી. ૯. સન્ની પર્યાપ્તા જીવોને વિષે જ્ઞાનાવરણીય-અંતરાયના સંવેધભાંગા કેટલા
હોય? બે. પાંચનો બંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા-અબંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા જીવસ્થાનકને વિષે દર્શનાવરણીય કર્મનાં ભાંગા
તેરે નવ ચઉ પણાં નવ સંમેગેમિ ભંગમિક્કારા
વેઅણિ આઉચ ગોએ
વિભજ મોહં પર વુડ્ઝ I૩૭ ભાવાર્થ: તેર જીવ સ્થાનકને વિષે નવનો બંધ, ચાર અને પાંચ પ્રકૃતિનો ઉદય તથા
નવની સત્તા રૂપ બે ભાગ હોય છે. એક જીવસ્થાનકને વિષે અગ્યાર અથવા તેર ભાંગા હોય. વેદનીય, આયુષ્ય અને ગોત્ર કર્મનાં ભાંગાનું
વિભાજન કરીને આગળ મોહનીય કર્મનાં ભાંગા કહીશું ૩૭ ૧૦. સુક્ષ્મ એકેન્દ્રિયાદિ આઠ જીવ ભેદને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન તથા
સત્તાસ્થાન દર્શનાવરણીયના કેટલા કેટલા હોય? સૂમ એકેન્દ્રિય અપર્યાપ્તા, પર્યાપ્તા, બાદર એકેન્દ્રિય, અપર્યાપ્તાથી સન્ની અપર્યાપ્તા સુધીનાં છ એમ આઠ જીવ ભેદને વિષે એક જ પ્રકૃતિનું અને બી નિદ્રા સહિત પાંચ પ્રકૃતિનું હોય અને નવ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય
છે.
૧૧. સુક્ષ્મ એકેન્દ્રિયાદિ આઠ જીવ ભેદને વિષે દર્શનાવરણીયના સંવેધભાંગા
કેટલા હોય? ઉ બે ભાંગા હોય
૧ નવનો બંધ - ચારનો ઉદય – નવની સત્તા ૨ નવનો બંધ - પાંચનો ઉદય – નવની સત્તા