________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
આદેય, યશ. આ ઉદયસ્થાનક વચન યોગના રૂંધન બાદ હોય છે. ૨૧૫. સામાન્ય કેવલીને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવને ઉદયસ્થાનક હોય ?
૫૧
ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, ૧લું સંઘયણ, છસંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ આ ઉદયસ્થાનક ઔદારિક કાયયોગે રહેલને હોય છે. તીર્થંકર કેવલીના ઉદયસ્થાનકોનું વર્ણન
૨૧૬. તીર્થંકર કેવલીને એકવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા વર્તતાં ઉદયસ્થાનક હોય ?
ઉ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, તૈજસ, કાર્પણશરીર, ૪ વર્ણાદિ, અગુરૂલઘુ જિનનામ, નિર્માણ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, સુભગ, આદેય, યશ.
આ ઉદયસ્થાનક કેવલી સમુદ્દાતમાં કાર્મણ કાયયોગે રહેલ જીવોને હોય છે.
૨૧૭. તીર્થંકર કેવલીને સત્તાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યાં વર્તતા ઉદયસ્થાનક હોય ?
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, ૧લું સંઘયણ, ૧લું સંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરૂલઘુ જિનનામ, નિર્માણ, ઉપઘાત, ત્રસ,બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ,સુભગ, આદેય, યશ આ ઉદયસ્થાનક કેવલી સમુદ્દાતમાં ઔદારિકમિશ્રકાયયોગે વર્તતા જીવોને હોય છે.
૨૧૮. તીર્થંકર કેવલીને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યાં વર્તતા જીવોને ઉદયસ્થાનક હોય ?