________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
૩૧
હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, પરાઘાત, આતપ અથવા ઉદ્યોત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ અથવા અયશ.
આ શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી ઉદયમાં હોય છે.
૧૪૭. છવ્વીશનો ઉદય ત્રીજી રીતે કઈ રીતે હોય ?
ઉ
ઉ
તે આ પ્રમાણે-તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, વૈક્રીય, તૈજસ, કાર્મણ શરીર, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ.
શ્વાસોચ્છવાસ પર્યાતિથી પર્યાપ્ત વૈક્રીય શરીરી વાયુકાય જીવોને હોય છે. ૧૪૮. એકેન્દ્રિયોને સત્તાવીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ ? કયા જીવોને
હોય ?
તે આ પ્રમાણે-તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, પરઘાત, ઉચ્છવાસ, આતપ કે ઉદ્યોત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, યશ અથવા અયશ. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી પર્યાપ્ત આતપ અથવા ઉદ્યોતના ઉદયવાળા જીવોને હોય છે અથવા સર્વ પર્યાપ્તિથી પર્યાપ્તાને આતપ કે ઉદ્યોત સાથે આ સત્તાવીશનો ઉદય જાણવો.
૧૪૯. તેઉકાય, વાયુકાય જીવોને શેનો શેનો ઉદય ન હોય ?
ઉ
તેઉકાય, વાયુકાય જીવોને સાધારણ નામકર્મ તથા યશ નામકર્મનો ઉદય હોતો નથી.
૧૫૦. સૂક્ષ્મ જીવોને કઈ પ્રકૃતિઓનો ઉદય ન હોય ?
ઉ સૂક્ષ્મ પ્રત્યેક જીવો કે સૂક્ષ્મ સાધારણ જીવોને નિયમા આતપનામકર્મ ઉદ્યોતનામકર્મ તથા યશનામકર્મનો ઉદય હોતો નથી.
૧૫૧. ઉદ્યોત નામકર્મનો ઉદય ક્યા જીવોને હોય ?