________________
પ્રશ્નોત્તરી ભાગ-૪ ઉ અત્રે આ કર્મગ્રંથને વિષે જે અપર્યાપ્તા જીવોનું વર્ણન આવે છે તે દરેક
નિયમાં લબ્ધિ અપર્યાપ્ત જીવો સમજવા, એટલે જે અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા, અપર્યાપ્તઅવસ્થામાં મરણ પામનારા જીવો જાણવા. તથા આ જીવોને અશુભ પ્રકૃતિઓનો ઉદય નિયમા હોવાથી દુર્ભગ અનાદેય અયશ નો જ ઉદય હોય છે.
આ અપર્યાપ્તા જીવો દરેક જીવભેદોમાં સમજવા. ૧૩૯. પર્યાપ્તા જીવો કયા પ્રકારના જાણવા ?
અત્રે આ કર્મગ્રંથને વિષે જે પર્યાપ્ત જીવોનું વર્ણન કરાયેલું છે તે બે પ્રકારના જાણવા. ૧. જે વિગ્રહગતિથી શરૂ કરીને સંપૂર્ણ પર્યારિઓ પૂર્ણન કરે ત્યાં સુધીમાં રહેલા જીવોને અપર્યાપ્તાવસ્થામાં રહેલા કરણ અપર્યાપ્ત જીવો રૂપે ગણાય છે. ૨. જે જીવોને જેટલી પર્યાતિઓ હોય તે
પૂર્ણ કરેલા જીવો તે કરણ પર્યાપ્તા કહેવાય છે. ૧૪૦. એકેન્દ્રિય જીવોનું એકવીશનુ ઉદયસ્થાન કઈ રીતે હોય? ઉ વિગ્રહગતિમાં રહેલા જીવો જ્યાં સુધી શરીરસ્થ ન થાય ત્યાં સુધી આ
ઉદયસ્થાન હોય છે. ૧૪૧. એકેન્દ્રિયોને ચોવીશના ઉદયસ્થાનમાં કઈ કઈ પ્રકૃતિઓ હોય? તથા આ
ઉદયસ્થાન ક્યાં હોય ? આ પ્રમાણે તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, તેજસ, કાર્મણ-દારિકશરીર, વર્ણાદિ-૪, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, હુડકસંસ્થાન, સ્થાવર, સૂક્ષ્મ અથવા બાદર, પર્યાપ્ત અથવા અપર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, યશ અથવા અયશ હોય છે. આ ચોવીશનો ઉદય શરીરસ્થ એકેન્દ્રિય જીવોને હોય છે એટલેકે શરીર
પર્યાપ્તથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધીમાં રહેલા જીવોને જાણવો. ૧૪૨. એકેન્દ્રિયોને બીજી રીતે ચોવીશનો ઉદય હોય? કઈ રીતે? પ્રકૃતિઓ
કઈ કઈ હોય? ક્યાં રહેલા જીવો જાણવા ? ઉ હોય. વૈક્રીય શરીરી વાયુકાય જીવોને ચોવીશનો ઉદય હોય. તિર્યંચગતિ,
એકેન્દ્રિયજાતિ, વક્રીય, તૈજસ, કાર્મણશરીર, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ,