________________
પ૨
* કર્મગ્રંથ-૬
હોય. પ્ર.૩૦૮ સત્તર પ્રકૃતિના બંધે ઉદયસ્થાન કેટલા હોય? કયા? ઉઃ સત્તર પ્રકૃતિના બંધે ચાર ઉદયસ્થાન હોય ૬ - ૭-૮-૯પ્રકૃતિઓના
હોય. પ્ર.૩૦૯ તેર પ્રકૃતિના બંધે કેટલા ઉદયસ્થાન હોય? કયા? ઉ : તેર પ્રકૃતિના બંધે ચાર ઉદયસ્થાન હોય. ૫ - ૬ - ૭ - ૮ એ " પ્રકૃતિઓના જાણવા. પ્ર.૩૧૦ નવ પ્રકૃતિના બંધે કેટલા ઉદયસ્થાનો હોય? કયા? ઉ: નવ પ્રકૃતિના બંધે ૪ ઉદયસ્થાનો હોય ૪ - ૫ - ૬ - ૭ પ્રકૃતિઓના
જાણવાં. પ્ર.૩૧૧ પાંચ પ્રકૃતિના બંધે કેટલા ઉદયસ્થાન હોય? કયા? ઉ : પાંચ પ્રકૃતિના બંધે ૧ ઉદયસ્થાન હોય, બે પ્રકૃતિનું હોય. પ્ર.૩૧૨ ચારથી એકના બંધસ્થાને કેટલા ઉદયસ્થાનો હોય? કયા? ઉ: ચારથી એકના બંધસ્થાને અનુક્રમે એક એક પ્રકૃતિનુ ઉદયસ્થાન હોય
પ્ર.૩૧૩ બાવીસના બંધે ૭ નો ઉદય શી રીતે જાણવો? ઉ : બાવીસના બંધે સાત પ્રકૃતિનો ઉદય આ પ્રમાણે.. કોઈ ક્ષયોપશમ
સમ્યફષ્ટિ જીવ અનંતા ૪ કષાયની વિસંયોજના કરી પતિત પરિણામી થઈ પહેલા ગુણસ્થાનકે આવે ત્યારે અઠ્ઠાવીસ સત્તાવાળો થાય પણ તેજ સમયે અનંતાનુબંધી ૪ બંધાતી હોવાથી એક આવલિકા સુધી અનંતાનુબંધી કષાયનો ઉદય ન હોવાથી સાત પ્રકૃતિઓનો ઉદય હોય
પ્ર.૩૧૪ દસ પ્રકૃતિનાં ઉદયના કેટલા ભાંગા હોય? કયા? ઉ : દસ પ્રકૃતિનાં ઉદયના ૨૪ ભાંગા હોય છે. ૪ કષાય + ૨ યુગલ +
૧ વેદ = ૨૪ ભાંગા થાય છે. પ્ર.૩૧૫ નવ પ્રકૃતિના ઉદયના કેટલા ભાંગા હોય? કયા? ઉઃ નવ પ્રકૃતિના ઉદયના છ ચોવીસી ભાંગા થાય છે. ૨૪ x ૬ = ૧૪૪
ભાંગા થાય છે.