________________
જાણવો. ૪૧૮. દર્શનાવરણીયના પાંચથી આંઠ ભાંગા સુધીનો કાળ કેટલો? ઉ જધન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત. ૪૧૯. દર્શનાવરણીયના નવ-દશ ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. ૪૨૦. દર્શનાવરણીયના ૧૧-૧૨ ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય તથા ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત ૪૨૧. દર્શનાવરણીયના તેરમા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય ઉત્કૃષ્ટથી એક સમય હોય છે. ૪૨૨. વેદનીયના પહેલા બે ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય ૧. સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. ૪૨૩. વેદનીયના ત્રીજા ચોથા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય, ૧-સમય, ઉત્કૃષ્ટ દેશોનું પૂર્વક્રોડ વર્ષ. ' ૪૨૪. વેદનીયના પાંચમા છઠ્ઠા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય તથા ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત. ૪૨૫. વેદનીયના છેલ્લા બે ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય તથા ઉત્કૃષ્ટથી એક સમય હોય છે. ૪૨૬. નીચ ગોત્રનો બંધ કેટલી માર્ગણામાં હોય? ઉ ૪૫ માર્ગણામાં.
૪-ગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, ર-દર્શન, અવિરતિ, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન,
સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૪૨૭. ઉચ્ચ ગોત્રનો બંધ કેટલી માર્ગણામાં હોય?
પ૭, ૪-ગતિ, ૫-જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૬-સંયમ (યથાખ્યાત સિવાય) ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમીકીત, સન્ની, અસત્રી, આહારી, અણાહારી.