________________
પછીના કાળમાં નરકના જીવોને હોય છે. ૧ થી ૬ નરકમાં હોય છે. તથા ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય છે સાતમી નારકીમાં આ ભાંગો
હોતો નથી. ૧૮૦. નરકાયુષ્યનાં છ નારકીમાં કેટલા ભાંગા હોય? કયા? ઉ ૧ થી ૬ નારકીમાં પાંચ ભાંગા હોય.
૧. અબંધ-નરકા-નરકા ૨. તિર્યચ-નરકા, તિર્યચ-નરકા ૩. મનુષ્ય-નરકા-મનુષ્ય-નરકા ૪. અબંધ-નરકાતિર્યચ-નરકા
૫. અબંધ-નરકા-મનુષ્ય-નરકા ૧૮૧. સાતમી નારકીમાં કેટલા ભાંગા હોય? કયા? ઉ ત્રણ ભાગ હોય છે. ૧. અબંધ-નરકા-નરકા, ૨. તિર્યચ-નરકા
તિર્યચ-નરકા ૩. અબંધ-નરકાતિર્યચ-નરકા ૧૮૨. તિર્યંચગતિનાં જીવો કેટલા આયુષ્યનો બંધ કરે? કયા કયા ગુણઠાણે
બંધાય છે. ચારે પ્રકારના આયુષ્ય બાંધી શકે છે તેમાં નરકાયુષ્યનો બંધ પહેલા ગુણ ઠાણે તિર્યંચાયુષ્યનો બંધ - પહેલા - બીજ ગુણઠાણે મનુષ્યાયુષ્યનો બંધ - પહેલા - બીજ ગુણઠાણે
દેવાયુષ્યનો બંધ -પહેલા-બીજા-ચોથા-પાંચમા ગુણઠાણે બંધાય છે. ૧૮૩. તિર્યંચાયુષ્યનો ઉદય કેટલા ગુણઠાણા સુધી હોય? ઉ એક થી પાંચ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે. ૧૮૪. તિર્યંચગતિમાં ચારે આયુષ્યની સત્તા કેટલા ગુણઠાણા સુધી હોય? ઉ ચારે આયુષ્યની સત્તા ૧ થી ૫ ગુણસ્થાનકમાં હોય છે. ૧૮૫. તિર્યંચાયુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? કયા? ઉ નવ ભાંગા થાય છે એક આયુષ્ય બંધ પછીનો હોય
૧. અબંધ, તિર્યંચાયુષ્યનો ઉદય, તિર્યંચાયુષ્યની સત્તા ૨. નરકાયુષ્યનો બંધ, તિર્યંચાયુષ્ય નો ઉદય, નરક તિર્યંચાયુષ્યની
સત્તા.