________________
૧૬૮. વેદનીયના છેલ્લા બે ભાંગા કેટલા જીવ ભદમાં તથા ગુણસ્થાનકમાં
હોય?
ઉ.
ઉ એક સન્ની પર્યાપ્તાજીવભેદ તથા એક ગુણસ્થાનકમાં (ચૌદમાના અંત સમયે) હોય છે.
આયુષ્ય કર્મનાં ભાંગાઓનું વર્ણન ૧૬૯. નરકગતિમાં રહેલા જીવો કેટલા આયુષ્યનો બંધ કરે? કેટલા વર્ષના
આયુષ્યનો બંધ કરે? શાથી? નરકગતિમાં રહેલા જીવો સન્નીપર્યાપ્ત મનુષ્ય તથા તિર્યંચોનું આયુષ્ય
બાંધે છે તથા સંખ્યાત વર્ષના આયુષ્યનો બંધ કરે છે. ૧૭૦. કઈ કઈ નરકવાળા જીવો કયા કયા ગુણસ્થાનકે કેટલા આયુષ્યનો બંધ
કરે? ૧ થી ૬ નરકના જીવો પહેલા તથા બીજા ગુણસ્થાનકે સન્નીપર્યાપ્તા મનુષ્ય તથા તિર્યંચ બન્ને પ્રકારના આયુષ્યમાંથી કોઈપણ આયુષ્યબાંધે છે. ચોથાગુણસ્થાનકે રહેલા જીવો એક મનુષ્યાયુષ્ય બાંધે છે. સાતમી નરકમાં રહેલા જીવો પહેલા ગુણસ્થાનકે જ એક તિર્યચનું
આયુષ્ય બાંધે છે બાકીના ગુણસ્થાનકમાં આયુષ્ય બંધાતુ નથી. ૧૭૧. નરકાયુષ્યનો ઉદય કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ નરકગતિમાં ચાર ગુણસ્થાનક હોવાથી ૧ થી ૪ ગુણસ્થાનકમાં ઉદય
હોય છે. ૧૭૨. નરકમાં રહેલા જીવો આયુષ્યનો બંધ કયારે કરે? ઉ. નરકમાં રહેલા જીવો પોતાના આયુષ્યનાં ૬ મહિના બાકી રહે ત્યારે
પરભવનું આયુષ્ય બાંધે છે અને એક અંતર્મુહૂર્ત સુધી બંધાય છે. ૧૭૩. નરકગતિમાં આયુષ્યની સત્તા કઈ રીતે જાણવી? ઉ આયુષ્ય બંધકાળ પહેલા રહેલા જીવોને એક નરકાયુષ્યની સત્તા હોય
છે તથા આયુષ્ય બાંધતા કે બંધકાળ પછી જે આયુષ્ય બંધાય છે અને
ભોગવાતુ આયુષ્ય એમ બેની સત્તા ગણાય છે. ૧૭૪. નરકાયુષ્યનાં સંવેધ ભાંગા કેટલા થાય? કયા? ઉ પાંચ સંવેધ ભાંગા થાય તે આ પ્રમાણે
૩૪