________________
ઉત્પન્ન થાય અને ત્યાં અસંખ્યાત કાળ સુધી રહેવાનો હોય એવો જીવ ઉત્પન્ન થતાંની સાથે જ સત્તામાં રહેલ ઉચ્ચ ગોત્રની ઉદ્દલના શરૂ કરી તેને સત્તામાંથી સંપૂર્ણ ક્ષય કરે છે. એવો એક નીચગોત્રની સત્તાવાળો જીવમરીને પૃથ્વી કાય. અપૂકાય, વનસ્પતિકાય,વિકલેન્દ્રિય, અસત્રી, સન્ની પંચન્દ્રિય તિર્યંચ રૂપે ઉત્પન્ન થાય ત્યારે તે જીવો જયાં સુધી શરીર પર્યાપ્તીથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધીના કાળમાં આ એક નીચગોત્રની સત્તાવાળા હોય છે, તે કારણથી ચૌદ જીવ ભેદમાં નીચગોત્રની સત્તા ઘટે છે. શરીરુપર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ મનુષ્યગતિ નો પણ બંધ કરી શકે છે તેની સાથે ઉચ્ચ ગોત્રનો બંધ થતો હોવાથી બેની સત્તાવાળો થાય
છે. ૧૩૫. ઉચ્ચ ગોત્રની સત્તા કેટલા જીવ ભેદમાં તથા ગુણ સ્થાનકમાં હોય? ઉ એક સન્ની પર્યાપ્તાજીવ ભેદ તથા એક ચૌદમા ગુણસ્થાનકના અંત
સમયે જ હોય છે. ૧૩૬. એક ઉચ્ચ ગોત્રની સત્તા કઈ રીતે જણાય?
ચૌદમા ગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી બે ગોત્રની સત્તા હોય
તેમાંથી નીચગોત્રનો ક્ષય થતાં એક ઉચ્ચ ગોત્રની સત્તા રહે છે. ૧૩૭. ગોત્રકર્મનાં બંધસ્થાન, ઉદય સ્થાન, સત્તા સ્થાન કેટલા કેટલા થાય? ઉ બે બંધસ્થાન - નીચગોત્રનું, ઉચ્ચ ગોત્રનું, બે ઉદય સ્થાન - નીચ
ગોત્રનું, ઉચ્ચગોત્રનું, ત્રણ સત્તાસ્થાન-નીચગોત્રની બે ગોત્રની અને
ઉચ્ચ ગોત્રની થાય છે. ૧૩૮. ગોત્ર કર્મનાં સંવેધ ભાંગા કેટલા થાય? કયા?
સાત સંવેધ ભાંગા થાય છે. ૧. નીચનો બંધ નીચનો ઉદય નીચની સત્તા ૨. નીચનો બંધ નીચનો ઉદય બેની સત્તા ૩. નીચનો બંધ ઉચ્ચનો ઉદય બેની સત્તા ૪. ઉચ્ચનો બંધ નીચનો ઉદય બેની સત્તા ૫. ઉચ્ચનો બંધ ઉચ્ચનો ઉદય બેની સત્તા ૬. અબંધ
ઉચ્ચાનો ઉદય બેની સત્તા