________________
૧૨૭. ઉચ્ચગોત્રનો સતત બંધ કેટલા ગુણસ્થાનકથી હોય? શાથી?
૩.
ત્રીજા ગુણ સ્થાનકથી દસમા ગુણસ્થાનક સુધી સતત બંધ હોય છે તેની પ્રતિપક્ષી પ્રકૃતિ બંધમાં ન હોવાથી આ એક જ બંધાતી હોય છે. ૧૨૮. ગોત્ર કર્મના ઉદય સ્થાન કેટલા હોય ? કયા ?
ઉ.
ગોત્ર કર્મ નું એક પ્રકૃતિનું એક ઉદય સ્થાન હોય છે. કારણકે ઉદયમાં પણ બન્ને પ્રકૃતિઓ પરાવર્તમાન હોય છે, તેથી નીચ ગોત્રનો ઉદય હોય ત્યારે ઉચ્ચ ગોત્રનો ઉદય હોતો નથી. અને ઉચ્ચ ગોત્રના ઉદય વખતે નીચ ગોત્રનો ઉદય હોતો નથી.
૧૨૯. નીચગોત્રનો ઉદય કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય ? કયા?
૯. ચૌદ જીવ ભેદમાં હોય તથા ૧ થી ૫ ગુણસ્થાનકમાં ઉદય હોય છે. ૧૩૦. ઉચ્ચ ગોત્રનો ઉદય કેટલા જીવ ભેદમાં તથા કેટલા ગુણસ્થાનકમાં હોય? કયા?
ઉ
બે જીવભેદમાં (સન્ની અપર્યાપ્તા, સન્ની પર્યાપ્તા) તથા ચૌદ ગુણસ્થાનકમાં ઉદય હોય છે.
૧૩૧. ગોત્ર કર્મનાં સત્તા સ્થાનો કેટલા હોય ? કયા ?
ઉ
બે સત્તા સ્થાનો હોય ૧.બે પ્રકૃતિનું ૨. એક પ્રકૃતિનું
૧) બે પ્રકૃતિનુ ઃ ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્રનું
૨) એક પ્રકૃતિનું ઃ નીચ ગોત્રનું અને એક પ્રકૃતિનું ઉચ્ચ ગોત્રનું પણ
હોય છે.
૧૩૨. ગોત્રકર્મનું બે પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા જીવભેદમાં તથા કેટલા ગુણસ્થાનકમાં હોય ? કયા ?
ચૌદ જીવબેદમાં તથા ૧ થી ૧૪મા ગુણસ્થાનકના ઉપાન્ય સમય સુધી હોય છે.
૧૩૩. નીચગોત્રની સત્તા કેટલા જીવભેદમાં તથા કેટલા ગુણસ્થાનકમાં હોય? ચૌદ જીવભેદમાં તથા પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકમાં હોય છે.
૧૩૪. એક નીચગોત્રની સત્તા ચૌદ જીવભેદમાં કઈ રીતે ઘટી શકે ? બે ગોત્રની સત્તાવાળો કોઈ જીવ મરણ પામી તેઉકાય કે વાયુકાયમાં
ઉ.
૨૮