________________
૨૬.
ત્રણ ઉદયસ્થાનકો કયા કયા ગુણ સ્થાનકે હોય? ૧. આઠકર્મનું ઉદય સ્થાન ૧ થી ૧૦ ગુણસ્થાનકમાં હોય ૨. સાતકર્મનુ ૧૧ થી ૧૨ ગુણસ્થાનકમાં હોય (મોહનીય સિવાય
સાતકર્મ જાણવા) ૩. ચારકર્મનું (જ્ઞાના-દર્શના-મોહનીય અને અંતરાય) આ ચાર
સિવાયના ૧૩-૧૪ ગુણ સ્થાનકમાં હોય. ૨૭. ત્રણ સત્તાસ્થાનો કયા કયા ગુણસ્થાનકે હોય? ૧ ૧. આઠકર્મનું ૧ થી ૧૧ ગુણ સ્થાનકમાં સત્તામાં હોય
૨. સાતકર્મનું (મોહનીય સિવાય) બારમાં ગુણસ્થાનકે જ સત્તામાં
હોય. ૩. ચારકર્મનું (ઘાતી કર્મ સિવાય) ૧૩ અને ૧૪ ગુણસ્થાનકમાં
સત્તામાં હોય છે. ૨૮. મૂલકનાં સંવેધભાંગા કેટલા થાય? કયા કયા?
સાત ભાંગા થાય ૧.૮ નો બંધ ૮ નો ઉદય ૮ ની સત્તા ૨. સાતનો બંધ, આઠનો ઉદય, આઠની સત્તા. ૩. છનો બંધ, આઠનો ઉદય, આઠની સત્તા. ૪. એક નો બંધ, સાતનો ઉદય, આઠની સત્તા. ૫. એકનો બંધ, સાત નો ઉદય, સાતની સત્તા. ૬. એકનો બંધ, ચાર નો ઉદય, ચારની સત્તા.
૭. અબંધ, ચારનો ઉદય, ચારની સત્તા હોય છે. ૨૯. સંવેધનો પહેલો ભાગો કયારે હોય? કેટલા કાળનો હોય?
૧. આઠનો બંધ, આઠનો ઉદય, આઠની સત્તા આ ભાંગો જીવને આયુષ્ય બંધ કાળે હોય છે. આયુષ્યનો બંધ એક અંતર્મુહૂર્ત કાળનો
હોવાથી આ ભાંગાનો કાળ એક અંતર્મુહૂર્તનો હોય છે. ૩૦. સંવેધનો બીજો ભાંગો કયારે હોય? કેટલા કાળનો હોય? ઉ ૨. સાતનો બંધ, આઠનો ઉદય, આઠની સત્તા આ ભાંગો આયુષ્ય
બંધકાળ પહેલા તથા આયુષ્ય બંધ કાળ પછીના કાળમાં જીવોને હોય
ઉ
૧૧