________________
७
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ (૪) મિશ્રણમ્યત્વ :
મિશ્ર મોહનીય કર્મના ઉદયથી જીવને સર્વજ્ઞ કથિત વચન ઉપર શ્રદ્ધા પણ ન હોય અને અશ્રદ્ધા પણ ન હોય એવો આત્માનો પરિણામ મિશ્ર સમ્યકત્વ કહેવાય છે.
આ સમ્યકત્વ ત્રીજા ગુણ. માં જ હોય. કાળ - જઘન્ય-અંતર્મુહૂર્ત ઉ. અંતર્મુહૂર્ત (૫) વેદકસમ્યકત્વ :
અનંતાનુબંધી ચતુષ્ક અને મિશ્ર-મિથ્યાત્વ મોહનીયનો સંપૂર્ણ ક્ષય કર્યો હોય અને સમ્યકત્વ મોહનીયના ક્ષય વખતે છેલ્લી એક અવલિકામાં ફક્ત ઉદય-વેદન હોય છે તેને વેદક સમ્યક્ત કહેવાય છે. અહીં ક્ષય કે ઉપશમ કરવાનું હોય નહીં. પરંતુ માત્ર સમ્યકત્વ મોહ. નો ભોગવવા (દવા) વડે ક્ષય કરે છે. માટે તે વેદક કહેવાય.
આ સમ્યકત્વ ક્ષાયિક પામતા પૂર્વે ૪ થી ૭ ગુણ. માં અને ચારે ગતિમાં હોય.
(૬) સાસ્વાદન સમ્યકત્વ :
ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી મિથ્યાત્વે જનાર કોઈ મહાભીરૂ જીવને મિથ્યાત્વના ઉદયની પહેલાં ઉપ. સમ્ય. નો કાલ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા બાકી હોય ત્યારે અનંતાનુબંધીનો ઉદય થાય તે વખતે વર્તતું જે સભ્યત્વ તેને સાસ્વાદનસમ્યકત્વ કહે છે.
અહીં સમ્યકત્વ વમતી વખતે સમ્યકત્વનો આસ્વાદ હોય તેથી જેમ ક્ષીરનું ભોજન કરેલાને તરત વમન થાય ત્યારે જેમ ખીરનો આસ્વાદ આવે તેમ સમ્યકત્વ વમતી વખતે સમ્યકત્વના કંઈક આસ્વાદ વખતનું સમ્યકત્વ તે, સ-સહિત ગાય ઉપ. સમ્યકત્વનો લાભ સવનનાશ, એટલે ઉપશમ સમ્યત્વના લાભના નાશ વખતનું સમ્યકત્વ તે.
અહીં ઉપશમ સમ્યકત્વ ચાલ્યું જતું હોવાથી તેના લાભનો નાશ કહ્યો છે.