________________
૪૭
અવધિજ્ઞાનનું વર્ણન જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણમાં રહેલા અનંતારૂપી દ્રવ્ય હોય તેને જાણે માટે.
ઉત્કૃષ્ટથી સર્વરૂપી દ્રવ્યોને જાણે એટલે ચૌદ રાજલોકમાં રહેલાં સર્વરૂપી દ્રવ્યો (પુદ્ગલ) અનંતા છે તેને જોઈ શકે છે. માટે અનંતારૂપી દ્રવ્યોને જાણે.
ક્ષેત્ર : જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટથી ચૌદ રાજલોક અને અલોકમાં પણ ચૌદ રાજલોક જેવડા અસંખ્ય ખંડુક જાણે.
ક્ષેત્ર અરૂપી હોય તેથી તે ક્ષેત્રમાં રહેલ પુદ્ગલ દ્રવ્યને જાણે એમ જાણવું. તેમ કાળમાં પણ સમજવું.
કાળ : જઘન્યથી આવલિકાના અસંખ્યાતમા ભાગના થયેલા અને થનારા પુદ્ગલના ભાવોને જાણે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીના થયેલા અને થનારા ભાવોને જાણે.
ભાવ : જઘન્યથી કેટલાક રૂપી દ્રવ્યોના અનંતા પર્યાયને જાણે અને ઉત્કૃષ્ટથી ઘણા અનંતા પર્યાયોને જાણે પરંતુ સર્વપર્યાયોને ન જાણે.
આ અવધિજ્ઞાન કરણ અ૫૦ ૫૦ સંજ્ઞીજીવોને હોય છે. તેમજ મનુષ્યને ગુણ પ્રત્યયિકના છએ ભેદ હોઈ શકે. દેવ અને નારકીને અનુગામી અવધિજ્ઞાન હોય અને ભવપર્યત રહેનારૂ અપ્રતિપાતી હોય તો પણ તે ભવ પ્રત્યયિકની જ વિવક્ષા કરી છે. તિર્યંચોને અપ્રતિપાતી વિના પાંચ ભેદ હોઈ શકે.
મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન મિથ્યાદૃષ્ટિ જીવોને પણ હોય તે મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનરૂપે કહેવાય.
અહીં અજ્ઞાન એટલે શ્રદ્ધા વિનાનું જ્ઞાન એમ સમજવું. અર્થાત્ સર્વજ્ઞના વચનો ઉપર વિશ્વાસ-શ્રદ્ધા ન હોય તેથી તેઓનું જ્ઞાન તે અજ્ઞાન કહેવાય. પરંતુ અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ એવો અર્થ ન કરવો. એટલે શ્રદ્ધા (વિશ્વાસ) વિનાનું જ્ઞાન તે અજ્ઞાન.