________________
૪૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
(૧૧) અનુયોગ શ્રત : મૂળ ૧૪ અને ઉત્તર ૬૨ માર્ગણા ઉપર (૧) સત્પદ પ્રરૂપણા (૨) દ્રવ્ય પ્રમાણ (૩) ક્ષેત્ર (૪) સ્પર્શના (૫) કાલ (૬) અંતર (૭) ભાગ (૮) ભાવ (૯) અલ્પબદુત્વ એ નવ અથવા ૨૪ અનુયોગ દ્વારમાંથી કોઈપણ એક અનુયોગદ્વારનું જ્ઞાન તે.
(૧૨) અનુયોગ સમાસ શ્રુત : એક કરતાં વધારે અનુયોગ દ્વારનું જ્ઞાન.
અહીં પ્રાભૃત પ્રાભૃત વિગેરેનું સ્વરૂપ સમજવા આ પ્રમાણે જાણવું. પરમાત્મા પાસેથી “ઉપૂomતિ વા વિપતિ વા યુવેતિ વા’’ આ ત્રિપદીને પામીને ગણધર ભગવંતો અંગ આદિ સૂત્રોની રચના કરે. તેમાં બારમું દૃષ્ટિવાદસૂત્ર (જે હાલ વિચ્છેદ પામેલ છે) છે. તેમાં પાંચ વિભાગ છે. (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પૂર્વાનુયોગ (૪) પૂર્વગત (૫) ચૂલિકા. તેમાં પૂર્વગત નામનો ચોથો વિભાગ તેમાં ચૌદ પૂર્વની રચના કરી છે તે ચૌદ પૂર્વે આ પ્રમાણે - (૧) ઉત્પાદ પૂર્વ (૨) અગ્રાયણી (૩) વીર્યપ્રવાદ (૪) અસ્તિપ્રવાદ (૫) જ્ઞાનપ્રવાદ (૬) સત્યપ્રવાદ પૂર્વ (૭) આત્મપ્રવાદ (૮) કર્મપ્રવાદ (૯) પ્રત્યાખ્યાન પ્રવાદ (૧૦) વિદ્યાપ્રવાદ (૧૧) કલ્યાણપ્રવાદ (૧૨) પ્રાણપ્રવાદ (૧૩) ક્રિયા વિશાલ (૧૪) લોક બિંદુસાર. અહીં ચૌદ પૂર્વેમાં મુખ્ય-મુખ્ય વિષયના વિભાગને વસ્તુ કહેવાય છે. તેની સંખ્યા આ પ્રમાણે છે. તેમજ તે વસ્તુમાં પ્રાભૃત (વિષયના પેટા વિભાગ) ની સંખ્યા પણ અહીં સાથે બતાવવામાં આવેલ છે. વસ્તુ પ્રાભૃત પૂર્વ
વસ્તુ પ્રાભૃત સંખ્યા સંખ્યા
સંખ્યા સંખ્યા ૧ ઉત્પાદ પૂર્વ દશ ૨૦૦ ૪ અસ્તિનાસ્તિપ્ર0 અઢાર ૩૦૦ ૨ અગ્રાયણી ચૌદ ૨૮૦ ૫ જ્ઞાનપ્રવાદ બાર ૨૪૦ ૩ વીર્યપ્રવાદ આઠ ૧૦૦ ૬ સત્યપ્રવાદ બે ૪૦.