________________
શ્રુતજ્ઞાનના ૨૦ ભેદ
૪૧
(૨) અર્થની સમાપ્તિવાળું હોય તે પદ એટલે વિવક્ષિત અર્થની પૂર્ણતા જ્યાં થાય ત્યાં સુધીના પદો તે પણ પદ કહેવાય.
(૩) આચારાંગાદિ સૂત્રોના પદ તે પદ કહેવાય. એટલે આચારાંગ સૂત્રમાં ૧૮000 પદો છે. સૂયગડાંગ સૂત્રમાં ૩૬000 પદો છે. અહીં ત્રીજો અર્થ તે પદભૃતની વ્યાખ્યા જાણવી એટલે આચારાંગાદિ સૂત્રોના પદોમાંથી “એક પદનું જ્ઞાન તે પદભૃત જાણવું.” અહીં શ્રુતજ્ઞાનના ભેદમાં તે પ્રમાણે પદની વ્યાખ્યા કરેલ છે.
(૬) પદસમાસ શ્રુતઃ ઉપર જણાવેલ આચારાંગાદિ સૂત્રોમાંના એક કરતાં વધારે પદોનું જ્ઞાન તે પદસમાસ શ્રુત.”
(૭) સંઘાત શ્રુત : કોઈપણ પદાર્થોનું સ્વરૂપ ચિંતવવા એટલે તત્વ-ચિંતવન કરવા જે મુખ્ય દ્વાર બતાવ્યા તેને માર્ગણા નામ આપેલ છે. માર્ગણા-શોધવાના સ્થાન તે મૂળ ચૌદ ભેદે છે અને તેના ઉત્તરભેદ ૬૨ ભેદ છે.
તેમાં એક ઉત્તરમાર્ગણાભેદ ઉપર કોઈપણ સત્પદ અથવા જીવાદિ એક અનુયોગ દ્વારથી વિચારવું-ઘટાવવું તે સંઘાતશ્રુત.
(૮) સંઘાતસમાસઃ એકથી વધારે (પરંતુ એક મૂળ માર્ગણાના બધા ભેદ નહીં) ઉત્તર માર્ગણા ઉપર સત્પદાદિ-જીવાદિ એક અનુયોગ દ્વાર ઘટાવવું તે સંઘાત સમાસ.
(૯) પ્રતિપત્તિશ્રુત : ગતિ આદિ ચૌદ મૂળ માર્ગણામાંથી કોઈપણ એક માર્ગણા ઉપર એક અથવા જીવાદિ એક અનુયોગ દ્વાર સમજવું-જાણવું-ઘટાવવું તે.
(૧૦) પ્રતિપત્તિસમાસ શ્રુત : એક કરતાં વધારે મૂળ માર્ગણાનું (પરંતુ ૧૪ પૂર્ણ માર્ગણા નહીં) જાણવું તે પ્રતિપત્તિસમાસ.