________________
કર્મ અંગે પ્રશ્નોત્તરી
અને કર્મ અનાદિથી છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિથી છે એમ માનવું એ વધારે તર્કસંગત છે. જેમ બી અને વૃક્ષ, મરઘી અને ઈડુ એમાં પહેલું કોણ તેનો જવાબ નથી. તેમ કર્મ અનાદિ છે.
અભવ્યની અપેક્ષાએ કર્મ અનાદિ અનંત છે. એટલે પ્રવાહની અપેક્ષાએ નદીના પ્રવાહની જેમ તે અનાદિથી છે અને અનંતકાળ રહેવાનું છે.
પરંતુ કોઈ એક કર્મ (એટલે વ્યક્તિગત કર્મ) સાદિ સાન્ત છે. ભવ્યજીવની અપેક્ષાએ કર્મ અનાદિ સાત્ત છે.
પ્રશ્ન : રૂપી પુદ્ગલો અરૂપી એવાં આત્માને કેવી રીતે દુઃખ આપી શકે ?
જવાબ : આપણા બધામાં બુદ્ધિ છે. જ્ઞાન છે તે અરૂપી છે તે બુદ્ધિ અરૂપી હોવા છતાએ દારૂ પીવાથી બુદ્ધિ બગડી જાય. દારૂ એ પુદ્ગલ છે, રૂપી છે. જેમ દારૂ જીવના જ્ઞાનાદિ ગુણોમાં વિપાક દેખાડી શકે તેવી રીતે રૂપીકર્મ અરૂપી એવા આત્માને પોતાનો પાવર દેખાડી શકે છે. તેને અનુગ્રહ અને ઉપઘાત કહેવાય છે. જેમ અરૂપી બુદ્ધિ બ્રાહ્મી આદિ ગુટીકા વાપરવાથી વધે છે. મદિરાથી બુદ્ધિ હણાય છે તેમ રૂપી એવું કર્મ અરૂપી આત્મા ઉપર ઉપઘાત-અનુગ્રહ કરે છે.
આત્માની શરૂઆત પણ નથી અને અંત પણ નથી માટે આત્મા અનાદિ અનંત છે. કર્મ અનાદિથી છે પણ ભવ્યને તેનો અંત પણ છે તેથી કર્મ ભવ્યને અનાદિ સાત છે.
ફુલમાં રહેલી સુગંધ દેખી શકાતી નથી, વાયુ પણ દેખી શકાતો નથી પણ વાયુ સુગંધને લાવે છે તે ફક્ત અનુભવથી જણાય છે. તેમ બધાં રૂપી પદાર્થ દેખી શકાય તેવું નહિ સમજવાનું. સ્થૂલરૂપમાં હોય તો દેખી શકાય, સૂક્ષ્મરૂપમાં હોય તો દેખી ન શકાય. કામણવર્ગણા સૂક્ષ્મ છે