________________
શત્રુંજયતીર્થમંડન શ્રી આદીનાથાય નમઃ
ૐ હ્રીઁ શ્રીચંદ્રવિઘ્નહરા પાર્શ્વનાથાય નમઃ
ૐ હ્રા શ્રીધરશેંદ્રપદ્માવતીપરિપૂજિતાય શ્રીશંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ૐૐ હ્રીં શ્રીલોઢણપાર્શ્વનાથાય નમઃ ૐ હ્રીઁ શ્રીમુહરીપાર્શ્વનાથાય નમઃ
ૐ હ્રીઁ શ્રીમહાવીરસ્વામિને નમઃ ૐ હ્રીઁ શ્રીઅરિહંતઉવજ્ઝાય શ્રીગૌતમસ્વામિને નમઃ
કર્મવિપાક પ્રથમ કર્મગ્રંથ
सिरि-वीर - जिणं वंदिअ, कम्मविवागं समासओ वुच्छं । જીરૂ નીĪ દેહિં, નેળ તો મનઘુ ‘મં” ।।
।।
શબ્દાર્થ :- સિરિવીનિ=શ્રી વીર જિનેશ્વર પ્રભુને, સમાસો–સંક્ષેપમાં, વુ ં= કહીશ, ને—જે કારણથી, જીદ્દ નીક્ષ્ણ=જીવ વડે જે કરાય છે, મન્નણ =કહેવાય છે, મં=કર્મ
ગાથાર્થ :- શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરીને કર્મના ફળ વિશેષ (કર્મવિપાક) ને ટૂંકમાં (સંક્ષેપથી) હું કહીશ. જીવથી મિથ્યાત્વ વિગેરે હેતુઓ દ્વારા જે કરાય છે તે કારણથી તે કર્મ કહેવાય છે.
૧
વિવેચન :- કર્મના વિપાક એટલે કર્મનું ફળ, કર્મના વિષયમાં કર્મનું ફળ સમજવું વિશેષ જરૂરી હોવાથી આ પ્રથમ કર્મગ્રંથમાં ગ્રંથકારશ્રી ટૂંકમાં કયા કર્મનું શું ફળ છે, અર્થાત્ કયા કર્મના ઉદયથી જીવને શું થાય, તે આ ગ્રંથમાં કહે છે. જો કે આગમ ગ્રંથોમાં કર્મસંબંધી વર્ણન ઘણું છે તેમાંથી સારરૂપે અહીં સંક્ષેપથી કહેવાય છે.
જગતમાં અનેક પ્રકારના ફળો છે, પરંતુ અહીં જીવ પોતે જે કંઈ ક્રિયાઓ કરે છે અને તેના દ્વારા જે કંઈ પરિણામ પામે છે તેને ‘કર્મવિપાક’ એટલે કે કર્મનું ફળ કહેવામાં આવે છે અને તે જ વિષય ગ્રંથકારશ્રી આ ગ્રંથમાં બતાવે છે.
૧