________________
૧૬૨
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
સ્વકાર્યમાં શક્તિ ફોરવવાને ઉત્સાહિત ન થાય તે પણ વીર્યાન્તરાયકર્મ
કહેવાય.
અહીં ત્યાગનો પરિણામ હોય અને ખાય નહીં, વાપરે નહીં તો તે અંતરાય કર્મ કહેવાય નહીં.
એટલે કે સ્વેચ્છાએ ત્યાગ કરવાથી અંતરાય કર્મનો ઉદય નથી પરંતુ ક્ષયોપશમ છે.
વધારે વિસ્તાર આગળ પણ આપેલ છે.
सिरिहरियसमं एयं, जह पडिकूलेण तेण रायाई । न कुणइ दाणाइयं, एवं विग्घेण जीवो वि ।। ५३ ।। શબ્દાર્થ : સિરિહર = ભંડારી, નહ = જેમ, હિતેન પ્રતિકૂળ, વિષેળ = વિઘ્નકર્મથી.
=
ગાથાર્થ : અંતરાય કર્મ ભંડારી જેવું છે. જેમ ભંડારી પ્રતિકૂળ હોતે છતે રાજા દાનાદિ કરી શકતો નથી તેમ જીવ પણ અંતરાયકર્મ વડે દાનાદિ કરી શકતો નથી. ॥ ૫૩ ॥
વિવેચન : અહીં અંતરાય કર્મને ભંડારી (કેશીયર) ની ઉપમા આપી છે. કારણ કે રાજા-શેઠ-સ્વામી પોતાની માલીકીના ધનમાંથી ગરીબ-સીદાતા મનુષ્યોને દાન આપતો હોય અને પોતાની ઈચ્છા પ્રમાણે આપવા માટે ભંડારી (મુનીમ) ને આદેશ કરે છતાં પણ ભંડારી તે રાજા આદિને દાન ન કરવા કહે. કારણ આપણી પાસે બેલેન્સ ઓછું છે અથવા નથી. આમ દાન કરશો તો તીજોરી ખાલી થઈ જશે.
આમ ભંડારીના નિષેધ કરવાથી રાજા-શેઠ આદિ દાનાદિ કરી શકતો નથી તેમ
સંપત્તિ હોય, લેનાર સુપાત્ર હોય, આપવાથી મહાન લાભ થાય એમ જાણવા છતાં જીવ દાન કરી શકતો નથી. જેમ-કપિલા દાસી.