________________
સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ
૧૫૭
દુર્ભગ નામકર્મ - ઉપકાર કરવા છતાં, બીજાનું કાર્ય કરવા છતાં બહુલતયા સર્વને અપ્રિય થાય છે. ઘણા મનુષ્યો ગધ્ધાવૈતરું (ગધેડાની જેમ કામો કરવા છતાં આ કર્મના ઉદયથી ઘણાને પ્રિય થતા નથી. सुसरा महुरसुहझुणी, आइज्जा सव्वलोअगिज्झवओ । जसओ जसकित्तीओ, थावरदसगं विवजत्थं ॥ ५२ ॥
શબ્દાર્થ : સુસા = સુસ્વરના ઉદયથી, મદુર = મધુર-મીઠા, સુઝુળી = સુખકારી અવાજવાળો, ફિજ્ઞા = આદેયના ઉદયથી, nિ = ગ્રહણ કરવા યોગ્ય, વગો = વચનવાળો.
ગાથાર્થ : સુસ્વર નામકર્મના ઉદયથી મધુર અને સુખાકારી અવાજવાળો થાય છે.
આદેયનામકર્મના ઉદયથી દરેક માણસને માન્ય વચનવાળો થાય. યશ નામકર્મના ઉદયથી યશ અને કીર્તિ થાય છે. આ ત્રસદશકથી સ્થાવર દશક વિપરીત અર્થવાળું છે. આપના
વિવેચન : સુસ્વર નામકર્મ પોતાનો સ્વર અન્યને કર્ણપ્રિય અને મધુર લાગે છે. અર્થાત્ બીજાને સાંભળવામાં સુખાકારી લાગે તે. ગાવામાં કોયલ જેવો મીઠો-મધુરો સ્વર લાગે વાત-ચિત કરવામાં બોલવામાં પણ અવાજ (સ્વર)ને કારણે પ્રિય થાય.
દુઃસ્વર નામકર્મ : કઠોર, ભેદાયેલ, ઘોઘરો, બીજાને અપ્રીતિના કારણરૂપ તેવો સ્વર (અવાજ) પ્રાપ્ત થાય છે. કર્ણ અપ્રિય અવાજ હોવાથી બીજા હાથ જોડીને કહે - તમે બોલતા નહીં. તમારો અવાજ કાન ફાડી નાખે છે.
આદેય નામકર્મ ઃ (૧) અયુક્ત વચન બોલવા છતાં લોકો પ્રમાણ કરે, માન્ય રાખે તે.