________________
૧૫૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
(૧) લબ્ધિ પર્યાપ્તા - તે (૧) કરણ અપર્યાપ્તા (૨) કરણ પર્યાપ્તા.
(૨) લબ્ધિ અપર્યાપ્તા તે (૧) કરણઅપર્યાપ્તા (૨) મતાન્તરે કરણપર્યાપ્તા (પણ)
(૩) કરણ અપર્યાપ્તા - તે (૧) લબ્ધિઅપર્યાપ્તા (૨) લબ્ધિ પર્યાપ્તા.
(૪) કરણ પર્યાપ્તા - તે (૧) લબ્ધિ પર્યાપ્તા (૨) મતાન્તરે લબ્ધિ અપર્યાપ્તા (પણ). पत्तेअतणू पत्ते उदएणं दंत-अट्ठिमाइ थिरं । नाभुवरि सिराइ सुहं, सुभगाओ सव्वजणइट्ठो ॥ ५० ॥
શબ્દાર્થ : પત્તે તળું = પ્રત્યેક જુદાં શરીરવાળો, મારૂ = હાડકાં વિગેરે, નામુરિ = નાભિની ઉપર, સુમો = સૌભાગ્ય નામકર્મના ઉદયથી, સવ્વાણ = સર્વજનને, રૂ = વહાલો-પ્રિય.
ગાથાર્થ પ્રત્યેક નામકર્મના ઉદયથી જીવ પ્રત્યેક શરીરવાળા થાય છે. સ્થિર નામકર્મના ઉદયથી દાંત-હાડકાં આદિ સ્થિર થાય છે. શુભ નામકર્મના ઉદયથી નાભિથી ઉપરના મસ્તક આદિ અવયવો શુભ પ્રાપ્ત થાય છે. સૌભાગ્ય નામકર્મના ઉદયથી દરેકને પ્રિય (વ્હાલો) થાય. પછી
વિવેચન : પ્રત્યેક નામકર્મ : જીવને ભિન્ન-ભિન્ન શરીર પ્રાપ્ત થાય તે પ્રત્યેક નામકર્મ છે.
આ નામકર્મ સાધારણવનસ્પતિ સિવાય પૃથ્વીકાય આદિ સર્વ જીવોને હોય છે. જોકે એક મીઠાની કણીમાં, એક અગ્નિના તણખામાં અનેક જીવ અને અનેક શરીર હોય છે. તો પણ પરસ્પર ગાઢ રાગાદિના કારણે એક શરીરરૂપે જણાતા હોય છે. પરંતુ તેઓને પ્રત્યેક નામકર્મ જાણવું