________________
સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ
૧૫૩
(૧) લબ્ધિ અપર્યાપ્ત ઃ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન જ કરે. ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી આયુષ્ય પૂર્ણ થઈ જાય. તેથી બાકીની પર્યાપ્તિઓ કરે નહિ.
કાળ-અંતર્મુહૂર્ત
:
કરણ અપર્યાપ્તા ઃ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ નથી કરી તે. સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરનાર (લબ્ધિ પર્યાપ્તા) હોય અથવા સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરનાર (લબ્ધિ અપર્યાપ્ત) હોય. તે બન્ને કરણ અપર્યાપ્તા કહેવાય.
અહીં કેટલાકના મતે
કરણ અપર્યાપ્તા - ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી કરણ અપર્યાપ્ત.
કરણ પર્યાપ્તા - ઈન્દ્રિય પર્યાપ્તિપૂર્ણ કરેલ હોય તે કરણ પર્યાપ્તા કહેવાય.
આ મત પ્રમાણે લબ્ધિ અપર્યાપ્તા પણ કરણ પર્યાપ્તા થાય, તેથી તે લબ્ધિ અપર્યાપ્તા જીવ બે પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી કરણ અપર્યાપ્ત અને બે પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યારપછી કરણ પર્યાપ્તા એમ જાણવું.
પર્યાપ્તિ (શક્તિ) એક અંતર્મુહૂર્તમાં થાય છે અને તે શક્તિ દ્વારા જીવ શરીરાદિ બનાવે છે.
દેવો-નારકીના જીવો લબ્ધિ પર્યાપ્તા જ હોય અને તે કરણ અપર્યાપ્તા અને કરણ પર્યાપ્તા એમ બે પ્રકારે કહેવાય.
મનુષ્ય-તિર્યંચમાં ચાર ભેદ હોય.
તે ચાર ભેદમાં પરસ્પર ભેદો આ પ્રમાણે
-