________________
૧૩૭
વર્ણાદિનામકર્મ
(૫) શીતસ્પર્શ નામકર્મ :
જીવોના શરીરમાં અને અવયવોમાં બરફ જેવા શીત સ્પર્શની પ્રાપ્તિ થાય તે શીતસ્પર્શ નામકર્મ છે. જે શરીરની સ્તબ્ધતાના કારણરૂપ છે.
(૬) ઉષ્મસ્પર્શ નામકર્મ :
શરીરમાં અને અવયવોમાં અગ્નિ જેવા ગરમ-ઉષ્ણ સ્પર્શની પ્રાપ્તિ થાય તે ઉષ્ણસ્પર્શ નામકર્મ છે. જે સ્પર્શ ખાધેલ આહારના પાચનના કારણરૂપ થાય છે.
(૭) સ્નિગ્ધ સ્પર્શ નામકર્મ :
શરીરમાં અને અવયવોમાં ઘી જેવા ચીકણા સ્પર્શની પ્રાપ્તિ તે સ્નિગ્ધ સ્પર્શ નામકર્મ છે. શરીરાદિના પુદ્ગલ દ્રવ્યોના સ્કંધમાં પરસ્પર જોડાવાના કારણરૂપ કર્મ છે. તત્ત્વાર્થમાં કહ્યું છે કે નિરક્ષવાદ્ વન્યઃ
(૮) રૂક્ષ સ્પર્શ નામકર્મ :
શરીરમાં અને અવયવોમાં ભસ્મની જેવા લુખા સ્પર્શની પ્રાપ્તિ થાય તે રૂક્ષ સ્પર્શ નામકર્મ કહે છે.
રુક્ષગુણ પણ સ્કંધ બનવામાં કારણ છે. તે ઉપર મુજબ જણાવેલ છે.
વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ એ પુદ્ગલનો ગુણ છે. તેથી જીવે શરીર-અવયવ-શ્વાસોશ્વાસ-ભાષા અને મનરૂપે ગ્રહણ કરેલ પગલોમાં પોતાના કર્મના અનુસારે ઉત્કટ-મંદ વર્ણાદિ પ્રાપ્ત થાય છે.
- તેમાં શરીર અને તેના સાત ધાતુરૂપ અવયવોમાં દરેક પ્રાણીને વર્ણાદિ હોય છે. તેમાં જે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ નામકર્મનો ઉત્કટ (વધારે રસવાળા) કર્મ પુદ્ગલોનો ઉદય હોય તે વધારે સ્પષ્ટ અનુભવાય છે. અને બાકીના વર્ણાદિનો મંદ પણ ઉદય હોય છે જે સ્પષ્ટ ક્યારેક જણાય છે. ક્યારેક ન પણ જણાય, પરંતુ ઓછા-વધતા અંશે બધાનો ઉદય હોય છે એમ જાણવું.