________________
૧૩૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ ઘણા જીવોના શરીરમાં અને લોહીમાં મીઠાશ હોય તેથી શુદ્ર જંતુઓ પીવા આવે. એટલે કરડે છે. અને ઘણા જીવોના શરીરમાં કડવો રસ હોય તે ડંખ દેનાર જંતુ પણ મરી જાય છે. અને ફરી કરડતું નથી.
સ્પર્શ નામકર્મ ઃ (૧) મૃતે નેન તિ પર્ણ: (૨) ત્વચા (ચામડી) દ્વારા જે અનુભવાય તે સ્પર્શ. સ્પર્શ ૮ છે તે નીચે મુજબ છે. (૧) ગુરુ સ્પર્શ નામકર્મ :
(૧) જીવોના શરીરમાં અથવા અવયવોમાં લોખંડ જેવા ભારે સ્પર્શની પ્રાપ્તિ થાય તે.
(૨) અધોગમનના સ્વભાવવાળો સ્પર્શ, તે જે કર્મના ઉદયથી પ્રાપ્ત થાય તે ગુરુ સ્પર્શ નામકર્મ.
(૨) લઘુ સ્પર્શ નામકર્મ :
(૧) જીવોના શરીરમાં અને અવયવોમાં આકડાના રૂ જેવા હલકા સ્પર્શની પ્રાપ્તિ થાય તે અથવા
(૨) તીર્જી-ઉર્ધ્વગમનના સ્વભાવવાળો સ્પર્શ તે. (૩) મૃદુસ્પર્શ નામકર્મ :
જીવોના શરીરમાં અને અવયવોમાં માખણ જેવાં કોમળ સ્પર્શની પ્રાપ્તિ થાય તેને મૃદુસ્પર્શ નામકર્મ કહે છે.
(૪) કર્કશ સ્પર્શ નામકર્મ :
જીવોના શરીરમાં અને અવયવોમાં પત્થર જેવાં કર્કશ સ્પર્શની પ્રાપ્તિ થાય તે કર્કશ સ્પર્શ નામકર્મ છે.