________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
તેમાં એક વિગેરે પરમાણુ અધિકવાળી યાવત્ પોતાની જઘન્ય વર્ગણાનો અનંતમો ભાગ વધે તે ઉત્કૃષ્ટ ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણા.
૧૨૦
તે વર્ગણાઓને પૃથક્ સમજવા વૈક્રિય અગ્રહણ વર્ગણા. આ રીતે આઠ અગ્રહણ અને આઠ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ જાણવી તેના નામ (૧) ઔ. અગ્રહણ વર્ગણા (૩) વૈક્રિય અગ્રહણ વર્ગણા (૫) આહારક અગ્રહણ વર્ગણા (૭) તૈજસ અગ્રહણ વર્ગણા (૯) ભાષા અગ્રહણ વર્ગણા (૧૧) શ્વાસોશ્વાસ અગ્રહણ વર્ગણા (૧૩) મન અગ્રહણ વર્ગણા (૧૫) કાર્પણ અગ્રહણ વર્ગણા
(૨) ઔ. ગ્રહણ વર્ગણા (૪) વૈક્રિય ગ્રહણ યોગ્ય વર્ગણા (૬) આહારક ગ્રહણ યોગ્ય વર્ગણા (૮) તૈજસ ગ્રહણ વર્ગણા (૧૦) ભાષા ગ્રહણયોગ્ય વર્ગણા (૧૨) શ્વાસોશ્વાસ ગ્રહણયોગ્ય વર્ગણા (૧૪) મન ગ્રહણયોગ્ય વર્ગણા (૧૬) કાર્મણ ગ્રહણયોગ્ય વર્ગણા
આ વર્ગણાનું વિસ્તૃત વર્ણન શતક નામાપંચમ કર્મગ્રંથ (અમારા પ્રકાશિત) પૃ. ૧૩૨-૧૪૨ માં જોવું.
પ્રતિસમયે કાર્યણ ગ્રહણયોગ્ય વર્ગણાઓને ગ્રહણ કરી કર્મરૂપ પરિણમાવવી તે કાર્યણ શરીર.
કાર્યણવર્ગણાનું બનેલ આઠ કર્મ સ્વરૂપ શરીરને કાર્પણ શરીર, અને તેના કારણરૂપ કર્મ તે કાર્મર્ણશરીરનામકર્મ.
સર્વ અગ્રહણ વર્ગણાનું અંતર-અભવ્યથી અનંતગુણ, સર્વ ગ્રહણયોગ્ય વર્ગણાનું અંતર-પોતાની જઘન્ય વર્ગણાનો અનંતમો ભાગ. તેની સમજ આ પ્રમાણે
-
ઔ. અગ્રહણવર્ગણા-એક પરમાણુથી અભવ્યથી અનંતગુણ ન થાય ત્યાં સુધી.