________________
શરીરનામકર્મ
આ તૈજસશરીરથી વિશિષ્ટ તપશ્ચર્યાદિથી તૈજસલબ્ધિ પ્રાપ્ત કરનાર જીવ બીજાને બાળવા તેજોલેશ્યા મૂકે અથવા બળતાને ઠંડો કરવા શીત લેશ્યા પ્રયોગ કરે છે.
૧૧૯
તેજસશરીરની અવગાહના ઉત્પત્તિના પ્રથમ સમયે અંગુલનો અસંખ્યાતમો ભાગ અને પછી સ્વદેહ (ઔદારિક વૈ. આહા.)માં વ્યાપ્ત હોય છે.
(૫) કાર્પણ શરીર નામકર્મ :
કાર્પણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી કર્મરૂપે એટલે કાર્પણ શરીરરૂપે પરિણમાવે તેના કારણરૂપ કર્મ તે કાર્યણ શરીર નામકર્મ સર્વ શરીરનું કારણ, અનાદિકાળથી સાથે રહેલું, આઠ પ્રકારના કર્મના પરિણામવિકાર રૂપે તે કાર્પણ શરીર છે અને તેના હેતુરૂપ કર્મ - તે કાર્મણ શરીર નામકર્મ છે.
અહીં પાંચ શરીરને સમજવા વર્ગણાનું સ્વરૂપ જાણવું જરૂરી છે. તે વર્ગણા-પુદ્ગલના આઠ અથવા સોળ અથવા છવ્વીસ ભેદ છે. તે સર્વ વર્ગણા ચૌદ૨ાજલોકમાં સર્વ જગ્યાએ હોય છે. તેનું વર્ણન આ પ્રમાણે – (૧) ઔદારિક અગ્રહણ વર્ગણા :
એક પરમાણુરૂપ-બે પરમાણુરૂપ વિગેરે યાવત સંખ્યાત અસંખ્યાત અને અનંત પરમાણુરૂપ સ્કંધો અનંતા છે અને લોકમાં સર્વ ઠેકાણે હોય છે.
તેમાં આવત્ અભવ્યથી અનંતગુણા પરમાણુના બનેલા સ્કંધોને જીવગ્રહણ કરતો નથી તેથી તે અગ્રહણ વર્ગણા કહેવાય.
આવી અગ્રહણ વર્ગણાઓ ગ્રહણ યોગ્ય વર્ગણાઓના આંતરામાં વારંવાર આવે છે તેથી તે વર્ગણાઓનું પૃથક્કરણ કરવા પ્રથમની એક પરમાણુથી શરૂ કરીને યાવત અભવ્યથી અનંતગુણ ન હોય તેવા પરમાણુની બનેલી વર્ગણાનું ઔદારિક અગ્રહણ નામ આપ્યું છે.