________________
આયુષ્યકર્મ
૧૦૧
(૨) મનુષ્યાયુષ્ય : મનુષ્યભવમાં નિયતકાળ સુધી રોકી રાખે તે મનુષ્પાયુષ્ય.
(૩) તિર્યંચાયુષ્ય : તિર્યંચભવમાં નિયતકાળ સુધી જકડી રાખે તેને તિર્યંચાયુષ્ય. મનુષ્યાય અને તિર્યંચાયુઃ અપવર્તનીય પણ હોય.
(૪) નરકાયુષ્ય : નરકભવમાં નિયતકાળ સુધી જકડી રાખે તેને નરકાયુષ્ય. દેવાયુષ્યની જેમ આ પણ અનપવર્તનીય છે.
આ ચાર આયુષ્યમાંથી દેવ-મનુષ્ય-તિર્યંચ એ ૩ આયુષ્ય પુણ્ય પ્રકૃતિરૂપ છે. અને એક નરક આયુઃ પાપપ્રકૃતિરૂપ છે. જો કે તિર્યંચગતિ પાપપ્રકૃતિ છે. પરંતુ તેને પણ મરવું ગમતું નથી. માટે તિ, આયુષ્ય પુણ્ય પ્રકૃતિ કહી છે.
પરંતુ નારકને પોતાના ભાવમાં રહેવાનું મન થતું નથી. તેથી પાપપ્રકૃતિ અને બાકીના ૩ આયુવાળાને મરવાનું મન થતું નથી. મરવું ગમતું નથી તેથી તે પુણ્યરૂપ કહ્યા છે.
નામકર્મ :
જેના ઉદયથી જીવ જુદા જુદા નામપણે બોલાવાય છે. એટલે નામકર્મથી જીવ મનુષ્ય-તિર્યંચ-એકે. બેઈ. સારા રૂપવાળો-કદરૂપો એવાં વિવિધ પ્રકારનાં નામરૂપે બોલાવાય તે નામકર્મ છે.
તે ચિત્રકાર જેવું છે. જેમ ચિત્રકાર સારાં-નરસાં (ખરાબ) ચિત્ર બનાવે તેમ આ કર્મના ઉદયથી જીવ સારો બેડોળ વિગેરે શરીરાદિવાળો થાય છે. આ રીતે તેના અલગ અલગ નામ થાય છે તે નામકર્મના જુદી જુદી રીતે ૪૨, ૬૭, ૯૩, ૧૦૩ ભેદ કહ્યા છે.
તે આ પ્રમાણે -