________________
આયુષ્યકર્મ
૯૯
નથી તેમ નપુંસક વેદનો ઉદય પણ જલ્દી શાંત થતો નથી, પરંતુ ઘણા સમયે શાંત થાય છે.
જેમ શ્લેષ્મ અને પિત્તના આવેગવાળાને મસ્જિકાની અભિલાષા થાય તેમ.
આ પ્રમાણે મોહનીયના ૨૮ ભેદનું વર્ણન કર્યું. આયુષ્યકર્મસુર-નર-તિનિયા, હરિવં નામવિત્તિસમું | बायाल-तिनवइविहं, तिउत्तरसयं च सत्तट्ठी ॥ २३ ॥
શબ્દાર્થ સરિસં = બેડી સરખું, વિત્તમ = ચિતારા જેવું, નિવવિદ્દ = ત્રાણું ભેદવાળું, તિરૂત્તરય = એકસો ત્રણ.
ગાથાર્થ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એમ ચાર પ્રકારનું આયુષ્યકર્મ બેડી જેવું છે. ચિતારા (ચિત્રકાર) જેવું નામકર્મ બેંતાલીસ, ત્રાણું, એકસો ત્રણ અને સડસઠ ભેદે છે. ૨૩ ! " વિવેચન : આયુષ્યકર્મ ૪ પ્રકારે છે. દેવાયુ, મનુષ્યાયુ, તિર્યંચાયુ, નરકાયુ.
આયુષ્યકર્મ બેડી સરખું છે. જેમ બેડીથી જકડાયેલો માણસ ગમે ત્યાં જઈ શકતો નથી. એક જ ઠેકાણે એક જ જગ્યાએ (ભવમાં) રહેવું પડે છે તેમ જે ભવનું આયુષ્ય ઉદયમાં હોય તેટલો સમય તે ભવમાં નિયત સમય સુધી રહેવું પડે છે. એટલે બેડી-કેદખાનાની મુદત સુધી રહેવું પડે. તેમ ભવમાં નિયતકાળ રહેવું. વધારે રહેવું હોય તો ય ન રહેવાય. આયુષ્ય હોય ત્યાં સુધી ભવમાં રહેવું જ પડે.
આ કર્મ બાકીના ૭ કર્મ કરતા ભિન્ન છે, વિચિત્ર છે. આ કર્મનો ઉદય જ્યાં સુધી ચાલતો હોય ત્યાં સુધી બીજા (જન્મમાં) જવાની ઈચ્છા હોય તો પણ ન જઈ શકે અને બીજે જવાની ઈચ્છા ન હોય પણ તે ભવનું