________________
«
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
વિવેચન : વિજાતીય તરફ વિષયાભિલાષાની ઈચ્છા ઉત્પન્ન થાય તે વેદમોહનીય કર્મ કહેવાય છે. વેદ-લાગણીનું વેદન (અનુભવન) હાસ્યાદિ પક કરતાં વેદમાં લાગણીનું વદન સ્પષ્ટ અને લાંબો વખત સુધી થાય છે. એમાં તીવ્રતા અને આવેગ વધુ હોય છે. જેના ૩ ભેદ છે.
(૧) સ્ત્રીવેદ :
પુરૂષ પ્રત્યેની ઈચ્છા યાને પુરૂષ સાથે વિષયભોગની ઈચ્છા જે કર્મના ઉદયથી થાય તેને સ્ત્રીવેદ મોહનીય કર્મ કહે છે. સ્ત્રીવેદનો ઉદય બકરીની લીંડીના અગ્નિ જેવો છે. જેમ બકરીની લીંડીનો અગ્નિ ધીમે ધીમે સળગે તેમ પુરૂષના કરાદિના સ્પર્શથી સ્ત્રીનો કામાગ્નિ વધતો જાય છે. ઘણા કાળે શાંત થાય છે અને પુરૂષના સ્પર્શાદિ વિના સ્ત્રીનો કામાગ્નિ મંદ હોય છે. જેમ પિત્તના આવેગથી મધુર દ્રવ્ય વાપરવાની અભિલાષા થાય તેમ.
(૨) પુરુષવેદ :
સ્ત્રી પ્રત્યેની ઈચ્છા થાને સ્ત્રીની સાથે વિષયભોગની ઈચ્છા જે કર્મના વશથી થાય તે પુરુષવેદ મોહ. કર્મ કહેવાય છે. પુરુષવેદનો ઉદય તૃણના અગ્નિ જેવો છે. જેમ તૃણનો અગ્નિ એકદમ ભભૂકી ઉઠે અને થોડા કાળે શાંત થઈ જાય તેમ પુરુષ વેદના ઉદયથી સ્ત્રી પ્રત્યેની એકદમ ઈચ્છા થાય છે અને સ્ત્રીના સેવન પછી તરત શાંત થઈ જાય છે. એટલે વેદના ઉદયની પ્રબળતા ન રહે તો પણ વેદનો મંદ ઉદય તો કહેવાય. (હોય) જેમ શ્લેષ્મના આવેગવાળાને ખારા પદાર્થની અભિલાષા થાય તેમ.
(૩) નપુંસક વેદ :
પુરૂષ અને સ્ત્રી બંને સાથે વિષય ભોગવવાની ઈચ્છા જે કર્મના ઉદયથી થાય તેને નપુંસકવેદ કહેવાય છે. નપુંસક વેદનો ઉદય નગરના દાહ સરખો છે. જેમ નગરનો દાહ ઘણા લાંબા વખત સુધી શાંત થતો