________________
૮૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
મંદ મંદ અશુભ પરિણામ હોય અને પંદર દિવસની અંદર ચાલ્યો જાય સંજ્વલન સંજ્વલન
આ રીતે કષાયનું નિશ્ચયનયથી સ્વરૂપ તેની તીવ્રતા-મંદતા ઉપર છે. કાળથી અપેક્ષાએ વર્ણન તે વ્યવહારનયની અપેક્ષાએ છે.
એટલે કષાય જેમ વધારે કાળ (સમય) રહે તેમ કોઈવાર તે તીવ્ર સ્વરૂપ ધારણ કરે માટે આ કષાયનો સમય (કાળ) જ્ઞાની. ભગવંતોએ બતાવ્યો છે. અર્થાત્ વધારે સમય રહેલો કષાય પણ રૌદ્ર બનતાં અહિત (આત્માનું નુકસાન) કરનાર બને.
વળી તીવ્ર હોય અને અંતર્મુહૂર્ત પણ રહે અને મંદ હોય અને બાહુબલિની જેમ વરસ સુધી પણ રહે, કારણ કે સંયમના પરિણામમાં હતા.
આ રીતે કષાયનું સ્વરૂપ વિચારવું. ન--પુઢવી-પવ્યય-રા-રિસો-વત્રિો વોહો . રિસિયા--ટ્ટિય-સેનāમોવમો માને છે ૨૨ .
શબ્દાર્થ ઃ રેy = રેતીમાં, રા = રેખા, રિસી = સરખો, તિનિયા = નેતરની સોટી, સેન્નત્યંમ = પત્થરના થાંભલાની, ૩૧મો = ઉપમાવાળો.
ગાથાર્થ : સંજવલનાદિ ૪ પ્રકારના ક્રોધ અનુક્રમે પાણીની રેખા, રેતીની રેખા, પૃથ્વીની રેખા અને પર્વતની રેખા સમાન છે. એ રીતે સંજ્વલનાદિ ચાર પ્રકારના માન અનુક્રમે નેતરની સોટી, લાકડા, હાડકા અને પથ્થરના થાંભલા જેવા છે. / ૧૯
વિવેચન : સંજ્વલાનાદિ ૪ પ્રકારના ક્રોધ કષાયો કેવા તીવ્ર મંદ છે તે દષ્ટાંત સાથે સમજાવે છે.