________________
૭૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ પણ મોક્ષતત્ત્વને ન માને. સુદેવ-સુગર-સુધર્મને કુદેવ-કુગુરુ-કુધર્મ તરીકે માને અને કુદેવ-કુગુરુ-કુધર્મને સુદેવ-સુગુરુ-સુધર્મ તરીકે માને છે. જ્યાં સુધી મિથ્યાત્વ મોહનીયકર્મનો ઉદય જતો નથી ત્યાં સુધી જીવ આત્માના વિકાસ માર્ગમાં આગળ વધી શકતો નથી.
અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં જીવને મિથ્યાત્વનો ઉદય જાય અને સમ્યકત્વ ગુણ પામે ત્યારે જ આત્માનો વિકાસ શરૂ થાય છે. ત્યારે જ સંસાર પરિમિત થાય છે. ભવની ગણતરી ગણાય છે.
એકવાર સમ્યકત્વ પામેલ જીવ તે ભવમાં વહેલામાં વહેલો મોક્ષ પામે અને ઉત્કૃષ્ટથી દેશોન (કંઈક ન્યુન) અર્ધપુદ્ગલ પરકાળે અવશ્ય મોક્ષ પામે છે.
તીર્થંકર પરમાત્માઓના ભવની ગણના પણ સમ્યકત્વ પામે ત્યારથી ગણાય છે.
તીર્થંકર પરમાત્મા સમ્યકત્વ પામી ઓછામાં ઓછા ત્રણ ભવ કરે. કારણ કે તીર્થંકર નામકર્મ ત્રણ ભવ પૂર્વે બંધાય છે. ત્રણ કરણ ક્યારે, કેટલીવાર કરે ?
અહીં ત્રણ કરણ કરવા વડે પ્રથમ ઉપશમ સમ્યકત્વ પામે છે. તો આ ત્રણ કરણ જીવ ક્યારે ક્યારે અને કેટલીવાર કરે તે આ પ્રમાણે
(૧) પ્રથમ ગુણસ્થાનકથી સમ્યકત્વ પામતી વખતે (જાતિભેદથી એકવાર પરંતુ અનેકવાર) (૨) અનંતાનુબંધીની ઉપશમના ૪ થી ૭ ગુણસ્થાનકમાં કરે ત્યારે (ચાર વાર) (૩) અનંતાનુબંધીની વિસંયોજના (ક્ષય) કરે ત્યારે (૪ થી ૭ ગુણ.માં) (૪) દર્શનત્રિકની ઉપશમના કરે (૬ થી ૭ ગુણ.માં) (ચાર વાર) (૫) દર્શનત્રિકની ક્ષપણા (૪ થી ૭) (એકવાર) (૬) ચારિત્રમોહનીયની ઉપશમના કરે ત્યારે ચારવાર) (૭ થી ૯ ગુણ.માં) (૭) ચારિત્રમોહનીયની ક્ષપણા કરે ત્યારે (એકવાર) (૭ થી ૯ ગુણ.માં)