SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ અસતું, સતું, અને નિયમરૂપ કવિસમયના ગુણરૂપ અર્થનાં દૃષ્ટાંતો ગણાવવા તથા ઉદાહરણથી સ્પષ્ટ કરવા માટે જ હોવાથી, તેમાં, પ્રથમ ત્રણેય કવિસમયના ગુણરૂપ અર્થો સ્પષ્ટ કર્યા પછી, રાજશેખરે, જુદા જુદા રંગોની એકરૂપતા દર્શાવવા દૃષ્ટાંતો રજૂ કરી કહ્યું છે કે આ બધા રંગોનું ઐક્ય બતાવતાં વર્ણનો મળે છે તે પણ કવિસમય છે. અહીં, છ દૃષ્ટાંતોમાં વર્ણક્યનાં ઉદાહરણો આપીને, રાજશેખરે, આ રીતે જ બીજા-મિશ્રિત રંગોમાં પણ ઐક્ય સમજવું ઘટે એમ કહી, ચક્ષુ (આંખ) વગેરેનાં પણ કવિઓએ અનેક રંગોમાં વર્ણન કર્યા છે તે દર્શાવ્યું છે. આંખો શ્વેત, શ્યામ, કૃષ્ણ અને મિશ્ર વર્ણોવાળી આલેખાય છે. તેનાં રાજશેખરે ચાર શ્લોકમાં ઉદાહરણ પણ આપ્યાં છે. આ રીતે રંગોની સમાનતાની તથા આંખના વિવિધરંગી વર્ણનની ચર્ચા કાવ્યમીમાંસાના પંદરમા અધ્યાયમાં સ્થાન પામે છે -જે અધ્યાયમાં “ગુણસ્થાપન કરવાનો રાજશેખરેનો હેતુ છે. • આમ “કાવ્યનુશાસનની “વૃત્તિમાં આપેલાં, બંને પ્રકારના નિયમરૂપ કવિસમયનાં બધાં જ દષ્ટાંતો કાવ્યમીમાંસા(અ. ૧૫, ૧૬)માં મળે છે. એટલું જ નહીં, એ સર્વ દષ્ટાંતોના કાવ્યમય વિનિયોગના નિદર્શનરૂપ જે ઉદાહરણશ્લોકો વિવેક'માં આપ્યા છે તે સર્વ પણ “કાવ્યમીમાંસા'માં જે તે કવિસમયના જે તે દૃષ્ટાંત હેઠળ મળે છે. આ સર્વ શ્લોકો કાવ્યમીમાંસામાં ક્યા ક્યા અધ્યાયોમાં મળે છે તેનું વિશ્લેષણ ઉપર રજૂ કર્યું છે. માત્ર “વિવેક’માં જે ક્રમબદ્ધ શ્લોકો(૬૧૧૨૫) છે તે કાવ્યમીમાંસામાં આડાઅવળા મળે છે તેનું કારણ એ છે કે “કાવ્યમીમાંસાકાર' રાજશેખરે ચૌદમા અધ્યાયમાં અસલૂના વર્ણન, સત્ન અવર્ણન અને નિયમને લગતા ત્રણ કવિસમયના જાતિ કે સામાન્ય, દ્રવ્ય અને ક્રિયા એ ત્રણ અર્થોનું જ વિવરણ આપ્યું છે અને બધા- ત્રણેત્રણ - કવિપ્રકારોના ગુણરૂપ અર્થની ચર્ચા પંદરમા અધ્યાયમાં કરી છે. આમ કવિસમયના બાર પ્રકારો, ભૌમ નામનાં મુખ્ય કવિસમય અંતર્ગત, અધ્યાય ચૌદ તેમજ પંદરમાં નિરૂપીને, પછી, રાજશેખરે, સોળમા અધ્યાયમાં સ્વર્ગ્યુ તથા પાતલીય કવિસમયના થોડાક નમુના રજૂ કર્યા છે, જ્યારે શ્રી હેમચંદ્રચાર્યે “કાવ્યમીમાંસા'નો નિરૂપણક્રમ પલટી નાખ્યો છે - તેઓશ્રીએ ભૌમ, સ્વર્યુ અને પાતાલીય એવા ત્રણ મૂળ કવિસમયો માન્યા નથી. રાજશેખરે ભૌમને મુખ્ય પ્રકાર ગણી, પ્રથમ અસત્ના વર્ણનની, પછી સત્ના અ-વર્ણનની અને છેલ્લે નિયમની વિવેચના કરી છે તેને બદલે હેમચંદ્રચાર્ય સદ્ગુના અવર્ણન, અસત્ના વર્ણન અને નિયમને, ભૌમ કવિસમયના પ્રકાર તરીકે નહીં, પણ ત્રણ સ્વતંત્ર શિક્ષાપ્રકારો તરીકે નિરૂપ્યા છે ૬૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy