SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ એકતાના દાખલા, કાવ્યમીમાંસાના પંદરમા અધ્યાયમાં, વિવિધ રંગોનો, એકતાપૂર્વક ઉલ્લેખ કરવાને લગતો કવિસમય એ શીર્ષક હેઠળ, પાંચ ઉદાહરણ શ્લોકો સાથે, રજૂ થયેલા છે. અને, નાગ-સર્પની એકતા તથા દૈત્ય-દાનવઅસુરની એકતા સિવાયના, બાકીના બીજા બધા ઐક્યદર્શક કવિસમયો, કાવ્યમીમાંસા(અ.૧૬)માં સ્વર્ગી કવિસમયનાં નિરૂપણ હેઠળ, ઉદાહરણસહિત, આવરી લેવામાં આવ્યા છે. પણ, નાગ-સર્પની એકતા તથા દૈત્યાદિની એકતાના બે દાખલા, પાંચ શ્લોકો સાથે, સોળમા અધ્યાયના અંતે પાતાલીય કવિસમય હેઠળ સમાવ્યા છે. ‘કાવ્યાનુશાસન’ની ‘વૃત્તિ’માં, ૧. શિવજીના મસ્તક પરના ચંદ્રનું બાલત્વ તથા ૨. કામનું મૂર્તત્વ તથા અમૂર્તત્વ દર્શાવતા બે દાખલા છે તે પણ ‘કાવ્યમીમાંસા’(૧૬)માં સ્વર્ગી કવિસમયના પ્રકારો તરીકે સોદાહરણ સમજાવવામાં આવ્યા છે. ‘કાવ્યાનુશાસન’ની ‘વૃત્તિ'માં, નિયમના કવિસંકેતરૂપ કવિસમય પ્રકાર હેઠળ, કેટલાક પ્રકીર્ણ કવિસંકેતોના દાખલા આપવામાં આવ્યા છે. આ પ્રકીર્ણ પ્રકારોમાં ૧. ક્ષીરસાગર અને ક્ષારસાગરની એકતાનો દાખલો; અને ૨. સાગર અને મહાસાગરની એકતાનો દાખલો; તથા ૩. ચક્ષુ વગેરેનું અનેક રંગોમાં વર્ણન થાય છે તેનો દાખલો-એમ ત્રણ દાખલા, ઉદા. શ્લોકોસહિત, રજૂ થયા છે. આમાંથી ક્ષીરક્ષારસમુદ્રના ઐક્યનો તથા સાગર-મહાસાગરના ઐક્યનો, એમ, બે દાખલાની ચર્ચા, ‘પ્રકીર્ણકદ્રવ્યકવિસમય' એ શીર્ષક હેઠળ, નિયમના દ્રવ્યરૂપ અર્થની ચર્ચા બાદ, રાજશેખરે, કાવ્યમીમાંસાના ચૌદમા અધ્યાયમાં કરી છે અને બંને માટે એક-એક ઉદાહરણ શ્લોક રજૂ કર્યો છે. અહીં નોંધવું જોઈએ કે નિયમરૂપ ત્રીજા શિક્ષાપ્રકાર કે કવિસમયના, ‘કાવ્યાનુશાસન’ની વૃત્તિમાં નિયમનો જે પ્રથમ અર્થ છે તે અર્થમુજબના દ્રવ્યનિયમની ચર્ચા પછી, રાજશેખરે, આ પ્રકીર્ણકદ્રવ્યકવિસમયગત બે દષ્ટાંતો- ક્ષીરસાગર-ક્ષારસાગરનું ઐક્ય તથા સાગરમહાસાગરનું ઐક્ય રજૂ કર્યાં છે અને તેમનાં કાવ્યમય ઉદાહરણો આપ્યાં છે. આમ તો રંગો,અર્થો વગેરેના ઐક્યની વાત કાવ્યમીમાંસાના પંદરમા અધ્યાયમાં રજૂ થતોૢ છે- પણ, આ બે દ્રવ્ય-એક્તાના દાખલા ચૌદમા અધ્યાયમાં, દ્રવ્યનિયમ હેઠળ, પરચુરણ દ્રવ્યોમાં પણ નિયમરૂપ કવિસમય જોવા મળે છે તે બતાવવા, રજૂ કર્યા છે. વળી, ક્ષીરસાગર-ક્ષારસાગર તથા સાગરમહાસાગરના ઐક્યની વાત ભૌમ(પાર્થિવ) કવિસમયના ક્ષેત્રેની છે તેથી પણ તેની ચર્ચા ૧૪ કે ૧૫ અધ્યાયમાં કરી લેવી જરૂરી હતી. પણ પંદરમો અધ્યાય તો ૬૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy