________________
કવિસમયનું નિરૂપણ છે પણ તેમાં, વર્ગીકરણ વિના જ, પહેલાં કેટલાક સ્વચ્યું એટલે આકાશીય-
દિવ્ય વસ્તુઓને લગતા કવિસમયોના દાખલા આપી, ઉદાહરણપદ્ય રજૂ કર્યા છે અને પછી એ જ અધ્યાયમાં પાતાલીય કવિસમયોના બે દાખલા આપી, છ ઉદાહરણ-પદ્યો રજૂ કરી, આવા બીજા પણ ભેદો છે એમ કહી, ઉપસંહારવચનો કહી, અધ્યાયની સાથે કવિસમયની ચર્ચા પણ સમાપ્ત કરવામાં આવી છે.
સ્વર્ગ્યુ કવિસમયનો ખ્યાલ આપવા માટે રાજશેખરે પ્રથમ “ચંદ્રમાં રહેલા સસલા તથા હરણનું ઐક્ય બે શ્લોકોમાં નિરૂપ્યું છે. પછી “કામદેવની ધજામાં મગર અને મત્સ્યનું ઐક્ય ત્રણ શ્લોકોમાં દર્શાવ્યું છે. સ્વર્ગ્યુ કવિસમયનો ત્રીજો દાખલો આપતાં, રાજશેખરે, ચંદ્રમાંની ઉત્પત્તિ વિશેની પૌરાણિક માહિતીના આધારે, “અત્રિ ઋષિના નેત્રમાંથી તથા સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા ચંદ્ર એક જ છે એવો દાખલો રજૂ કરી તેના સમર્થનમાં એક શ્લોક રજૂ કર્યો છે. ત્યાર પછી શિવજીના મસ્તક પર અનંતકાળથી રહેલા ચંદ્રને, કવિઓ, હંમેશાં બાલચંદ્ર તરીકે જ વર્ણવે છે તે પરંપરા દર્શાવતો શ્લોક રજૂ કર્યો છે. તે પછી, કવિઓ, કામદેવને મૂર્તરૂપે (શરીર ધારણ કરેલો) અને અમૂર્તરૂપે (અનંગ, શરીરહીન) વર્ણવે છે તે મતલબનાં બે પદ્યો આપ્યાં છે ત્યારબાદ, બાર આદિત્યોનું ઐક્ય એક શ્લોકથી; નારાયણ, માધવ, દામોદર, શેષ, કૂર્મ વગેરેનું ઐક્ય, એક શ્લોકથી; અને કમલા(લક્ષ્મી) અને સંપત્તિનું ઐક્ય, એક શ્લોકથી દર્શાવી, સોળમા અધ્યાયની સ્વર્યુ કવિસમયની ચર્ચા, સમાપ્ત કરી છે. એ જ અધ્યાય(૧૬)માં, પાતલીય કવિસમયના, નાગ અને સર્પની એકતા તથા દૈત્ય, દાનવ અને અસુરોની એકતાના બે દાખલા આપ્યા છે અને નાગસર્પઐક્યના પ્રથમ પ્રકારના નિદર્શનાર્થે એક શ્લોક તથા દૈત્યાદિનું ઐક્ય વર્ણવવા માટે પાંચ શ્લોકો રજૂ કર્યા છે અને “આવા બીજા ભેદો પણ કવિઓએ સમજી લેવા એમ કહી રાજશેખરે પાતાલીય કવિસમયની ચર્ચા સમાપ્ત કરી છે.
“કાવ્યાનુશાસન” ની “વૃત્તિમાં, બીજા પ્રકારના નિયમરૂપ કવિસમય કે કવિસંકેતના જે જુદા જુદા વર્ગો કે પદાર્થોની એકતાના, વિવિધ રંગોની એકતાના, ચંદ્રમાં સસલા-હરણની એકતાના, કામદેવની ધજામાં મગર-મસ્યની એકતાના, અત્રિનેત્ર કે સમુદ્રમાંથી જન્મેલા ચંદ્રની એકતાના, બાર આદિત્યોની એકતાના, નારાયણાદિ વિષ્ણુનાં નામોની એકતાના, લક્ષ્મી અને શ્રી(સંપત કે સૌદર્યની દેવી)ની એકતાના, નાગ-સર્પની એકતાના, દેત્ય-દાનવ-અસુરની
૬૩