SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણનિયમનાં ઉદાહરણો પૂરાં થયા પછી, ગ્રંથકાર ક્રિયાનિયમનાં બે ઉદાહરણો(શ્લો.૯૪ અને ૯૫) રજૂ કરે છે. ક્રિયાનિયમનો પ્રથમ દાખલો છે – ગ્રીષ્મ વગેરે બીજી ઋતુઓમાં સંભવતા હોવા છતાં કોયલના ટહુકા વસંતમાં જ સંભળાય છે એવો નિયમરૂપ કવિસમય છે. શ્લોક(૯૪)માં કવિ કહે છે કે – “વસંતઋતુમાં ઠંડીથી બીધેલી કોયલે જ્યારે વનમાં ટહુકા કરવા માંડયા ત્યારે પાણીની અંદર રહેલાં કમળો, જાણે, એને સાંભળવા માટે બેઠાં થઈ ગયાં.” શ્લોક(૯૫)માં, મોરલાઓ વર્ષાઋતુમાં જ ગહેકેનાચે છે એવો ક્રિયાનિયમ વર્ણવ્યો છે. ઠંડીના કાવ્યાદર્શ(૧.૭૦)માં આવતા આ શ્લોકનો અર્થ છે : “વર્ષાઋતુમાં મોરલા, લાંબાં પીંછાંનો ગોળ કલાપ રચીને, મધુર કંઠથી ગહેકીને નાચે છે.” નિયમના પ્રથમ પ્રકારના ચાર ભેદોનાં ઉદાહરણો આપ્યા બાદ, હેમચંદ્રાચાર્ય નિયમના બીજા પ્રકાર(કવિસંકેત કે કવિમાન્યતા)નાં ઉદાહરણો પ્રસ્તુત કરે છે(શ્લો.૯૫ થી ૧૨૫). “વૃત્તિમાં નિયમનો બીજો અર્થ અથવા નિયમ સમયઃ વીનાનું એમ સમજાવીને, પ્રથમ, કેટલાક પદાર્થોને કાવ્યમાં એકસરખા કે એકરૂપ ગણવાની કવિપ્રરંપરા કે કવિસંકેતના પંદર દાખલા આપ્યા છે અને પછી ચાર પ્રકીર્ણ દાખલા રજૂ કરી ચર્ચા સમાપ્ત કરી છે. આ બધા દાખલાનાં ઉચિત કાવ્યમય ઉદાહરણો “વિવેક'માં પ્રસ્તુત કર્યા છે. રાજશેખરે “કાવ્યમીમાંસા'ના પંદરમા અધ્યાયમાં કાળા અને ભૂરા રંગની સમાનતાની સાથે કાળા અને લીલા રંગની, કાળા અને શ્યામ રંગની, પીળા અને લાલ રંગની, શુક્લ તથા ગૌર વર્ણની એકતા કે સમાનતાના વર્ણનને કવિસમય (કવિઓની પ્રણાલી) એવું નામ આપ્યું છે અને સોદાહરણ રજૂઆત કરી છે. બીજા મિશ્ર રંગોના ઐક્ય અંગે પણ કવિસમય માન્યો છે-પર્વ વાતોષ એમ કહીને, તરત, “આંખોનું અનેક રંગોમાં કવિઓ વર્ણન કરે છે એવા વિધાન સાથે આંખનાં ત્રણ જુદા જુદા રંગનાં વર્ણનોનાં તથા એક મિશ્રરંગી વર્ણનનાં ઉદાહરણ પદ્યો રાજશેખરે પંદરમા અધ્યાયના અંતમાં રજૂ કર્યા છે. “વિવેકમાં ઉદા. ૯૬ થી ૧૦૧ તથા ૧૧૯ થી ૧૨૨ એ પદ્યો, કાવ્યમીમાંસાના અધ્યાય પંદરમાં, રંગોની એકતા તથા આંખના બહુરંગી વર્ણનની ચર્ચા હેઠળ રજૂ થયેલા શ્લોકો જ છે. કાવ્યાનુશાસનની “વૃત્તિ'માં રંગોની સમાનતા કે ઐક્યના દાખલા તથા આંખનાં વિવિધરંગી વર્ણનની વાત છે તે પણ કાવ્યમીમાંસા(અ.૧૫)માં છે. કાવ્યમીમાંસાના સોળમાં અધ્યાયમાં, ઉપર નોંધ્યું છે તેમ, સ્વર્યુ અને પાતાલીયા ૬૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy