________________
- તેઓશ્રીએ કવિસમય શબ્દ પણ છેલ્લે નિયમના બીજા અર્થ પરત્વે જ યોજયો છે. અને એ કવિસંકેત હેઠળ, રાજશેખરના કેટલાક પ્રકીર્ણ કવિસમય(અ. ૧૬) તથા બધા જ સ્વર્યુ અને પાતાલીય કવિસમયો, દાખલા-ઉદાહરણ સહિત, સમાવી લીધા છે. આમ સૂત્ર ૧૦માં કવિશિક્ષાના પ્રકારો તરીકે ગણાવેલા અને તેની વૃત્તિમાં જાતિ, દ્રવ્ય, ક્રિયા અને ગુણ અનુસાર વર્ણવેલા અને વિવેકમાં ઉદાહરણ સાથે નિરૂપેલા ૧. સતોડનવન્ય: ૨. સતોડપિ નિવન્ય અને ૩. નિયમ એ ત્રણ વિષયો કવિસમયો છે એની ખાતરી તો, આપણેને, રાજશેખરે કાવ્યમીમાંસા'માં કવિસમયની વ્યાખ્યા તથા વિવરણ આપ્યાં છે તે પરથી થાય છે. અને, વાલ્મટ બીજાએ, પાછળના સમયમાં રચેલા “કાવ્યાનુશાસન' નામના બીજા એક ગ્રંથમાં(પૃ ૭ પર) શિક્ષાવિત એમ કહી ‘તત્ર વિસરે સંતાપ માવીના વિનિવઃ' એ પ્રમાણે તામવિશ્વક (સનું અવર્ણન) વગેરે કવિશિક્ષાપ્રકારો માટે કવિસમય શબ્દ પ્રયોજ્યો છે તેથી આપણને પ્રતીતિ થાય છે કે સનું અવર્ણન, અસનું વર્ણન, નિયમ વગેરે કવિસમયના પ્રકારો જ છે.
નિયમના બીજા અર્થ - કવિસંકેત કે કવિમાન્યતાનને સ્પષ્ટ કરતા જે દાખલા “કાવ્યાનુશાસન'ના દસમા સુત્રની વત્તિના છેલ્લા ભાગમાં આપ્યા છે તે સર્વનાં ઉદાહરણો “વિવેકમાં(ક્લો. ૯૬-૧૨૫) મળે છે. કાળા અને વાદળી (કૃષ્ણ-નીલ) રંગની એકતા ઉદા. શ્લોક(૯૬)માં વર્ણવી છે. આ શ્લોકમાં કવિએ વર્ણા નામની નદીના નીલ વર્ણના જલને, પ્રિયતમના ખભા પર વિખરાયેલા પ્રિયતમાના કૃષ્ણ(કાળા) રંગના કેશપાશ સાથે સરખાવી છે અને બંને વર્ષોની એકતા વર્ણવી છે. શ્લોક(૯૭)માં કૃષ્ણ(કાળા) રંગની, હરિત-(લીલા) રંગ સાથે એકતા દર્શાવી છે. “મરકતમણિ જેવું યમુનાનું(હરિતવર્ણ, લીલું) જલ અને સ્ફટિક શિલા જેવું ગંગાનું શુભ્રજલ- એ બંને પાણી, હરિ અને હરનાં ભેગાં મળેલાં શરીરની જેમ, આપને પવિત્ર કરો.” અહીં મરક્ત જેવું યમુનાનું હરિતવર્ણયુક્ત જલ અને કૃષ્ણવર્ણથી યુક્ત હરિની એકતા વર્ણવી છે. શ્લોક(૯૮)માં કાળા અને શ્યામ રંગની એકતા વર્ણવી છે. “નંદનવનમાં શ્યામ રાત્રિઓમાં, કલ્પવૃક્ષ, દેવાંગનાઓને સુંદર પવન તથા ચંદ્રિકા અર્પે છે.” અહીં સ્વભાવતઃ કાળી(કૃષ્ણ) રાત્રિને શ્યામ વર્ણવી, કૃષ્ણ-શ્યામની એકતા બતાવી છે. શ્લોક(૯૯)માં “ચંદ્રમાએ પોતાની શુદ્ધ પ્રવાલ જેવી (લાલ) કલાથી ગાઢ અંધકારને એવી રીતે ઉપર ફેંક્યો, જાણે, આદિવરાહ, સોનાના ટુકડા જેવી પીળી દાઢથી, ભૂમંડલને જળથી ઉપર કાઢ્યું.” અહીં તરુણ ચંદ્રકલાના લાલ રંગ સાથે,