SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. હેમચન્દ્રાચાર્યના “કાવ્યાનુશાસનમાં સંસ્કૃત અલંકારશાસ્ત્ર તથા નાટ્યશાસ્ત્રના નિરૂપણનો સમાવેશ છે. જે અગાઉના કોઈ ગ્રંથકારે ન પ્રાપ્ત કરેલી, અજોડ સિદ્ધિ છે. અભિનવગુપ્ત, મમ્મટ અને હેમચન્દ્રાચાર્ય જેવા મહાન શાસ્ત્રજ્ઞોના ગ્રંથોથી જ આનંદવર્ધન જેવા મહાન પ્રસ્થાનકારોના સિદ્ધાન્તો પાછળના વિવેચકોના વિચારોમાં રોપાયા હતા અને તેમને આ ગ્રંથકારોએ પૂરેપૂરા સમજાવ્યા છે, પ્રતિષ્ઠિત કર્યા છે અને પાછળના સાહિત્યશાસ્ત્રીય ગ્રંથોમાં સ્વીકૃત થયા છે અને ખાસ નોંધવાની બાબત એ છે કે, ગુજરાતમાં કાશ્મીરદેશીય સાહિત્યશાસ્ત્રના સિદ્ધાન્તોનો પ્રસાર કરવાનો યશ હેમચન્દ્રાચાર્યને ઘટે છે. આને પરિણામે માલવદેશની ભોજરાજપ્રેરિત પરંપરાનો પ્રભાવ ઘટવા પામ્યો હતો. હેમચન્દ્રાચાર્યે એમના પુરોગામીઓનું જ્ઞાન પૂરેપૂરું આત્મસાત્ કર્યું હતું અને આગામી અનેક પેઢીઓ માટે એમણે એ જ્ઞાનને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કર્યું છે. ડૉ. કા, ડૉ. દે અને ડૉ. કીથ તથા એ પરંપરાના બીજા વિદ્વાનોએ કરેલી પ્રતિકૂળ ટીકાઓ ભૂલી જવામાં જ મજા છે અને અહીં જ પ્રો. ઉપાધ્યાયનો શોધનિબંધ નક્કર પથદર્શન કરે છે. એમણે શ્રી હેમચન્દ્રાચાર્યનું સાચા પરિપ્રેક્ષ્યમાં અર્થઘટન કર્યું છે એટલું જ નહીં પણ જે ઉચ્ચ સ્થાનના શ્રીહેમચન્દ્રાચાર્ય અધિકારી છે તે સ્થાન પર તેમને પ્રતિષ્ઠિત પણ કર્યા છે. પ્રો. ઉપાધ્યાયના ગ્રંથને આવકારું છું. ડો. તપસ્વી નાન્દી, એમ.એ., પીએચ.ડી., (નિવૃત્ત) અધ્યક્ષ અને પ્રોફેસર, સંસ્કૃત વિભાગ, | ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ - ૩. “કાવ્યાનુશાસનનાં સૂત્રો, વૃત્તિ અને વ્યાખ્યા એ ત્રણેય ભાગોની લીટીએ લીટીનું સમર્થ, સૂક્ષ્મ પૃથક્કરણ રજૂ કરતો વિસ્તૃત ગ્રંથ... ગંભીર સંશોધનનો મૌલિક ગ્રંથ. આ ગ્રંથનું આટલું સર્વગ્રાહી, સંપૂર્ણ તથા સર્વાશ્લેપી અધ્યયન અગાઉ કોઈએ કર્યું નથી એમાં શંકા નથી. આ ગ્રંથના લેખકે હેમચન્દ્રાચાર્યના ગ્રંથ તથા જ્ઞાન વિશે નવી સમજ પ્રસરાવી છે. લેખકના મતે રસધ્વનિ પરંપરામાં શ્રીહેમચન્દ્રાચાર્યનું સ્થાન ઘણું ઊંચું છે, શ્રદ્ધેય છે. બલકે, આચાર્યશ્રી રસધ્વનિ મતના ખરેખર મહાન પ્રતિનિધિ છે. ગહન સંશોધનનો ઉત્તમ ગ્રંથ... - ડૉ. એમ. સી. પાઠક, એમ. એ. પીએચ.ડી. અધ્યક્ષ અને પ્રોફેસર, સંસ્કૃત વિભાગ, સુખાડિયા યુનિવર્સિટી, ઉદયપુર, રાજસ્થાન ૪. હેમચન્દ્રાચાર્યના “કાવ્યાનુશાસનના તમારા વિશિષ્ટ અધ્યયન ગ્રંથની નકલ મને થોડા દિવસ અગાઉ શ્રી એમ. સી. બરડિયાએ પહોંચાડી છે. તમારા સુંદર ગ્રંથનું મેં ઉત્કટ રસપૂર્વક વાચન કર્યું છે અને મને એમાંથી ઘણું જાણવા મળ્યું છે. તમારા આ ઉત્તમ અધ્યયનગ્રંથને કારણે શ્રીહેમચન્દ્રાચાર્યને સંસ્કૃત સાહિત્ય તથા
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy