SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યશાસ્ત્રના ક્ષેત્રમાં તેમનું ખરેખરું સ્થાન પ્રાપ્ત થાય છે તે જોઈને હું ખાસ સંતોષ અનુભવું છું. એમના પુરોગામીઓના ગ્રંથોમાં, શ્રી હેમચન્દ્રાચાર્યની ઊંચી અભિરુચિ તથા પ્રજ્ઞા દર્શાવતો નિબંધગ્રંથ શ્રેષ્ઠ કરે છે અને તેમની શ્રેષ્ઠ વસ્તુને સંઘરી લેવાની વૃત્તિ, એમની તેજસ્વી બુદ્ધિશક્તિની તથા તીક્ષ્ણ વિવેચનદષ્ટિની શાખ પૂરે છે. આ બધું તમે તમારા ગ્રંથમાં પ્રભાવશાળી ઢબે દર્શાવ્યું છે અને એ માટે તમને ઉષ્માપૂર્ણ અભિનંદન ઘટે છે. કાવ્યશાસ્ત્ર પરના આ નોંધપાત્ર સર્વસંગ્રહ જેવા ગ્રંથનો વધારે સારો પરિચય. કરવાની તથા એ ગ્રંથ પરનાં તમારાં મૂલ્યવાન નિરીક્ષણોને માણવાની તક આપવા માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.” (તા. ૨-૬-૮૮ના પત્રમાંથી) - “આ ગ્રંથ ખરેખર સુંદર છે, ભવ્ય છે. તમારી કાવ્યના એર્થ અંગેની તથા રસાનુભાવની ચર્ચા મેં ખૂબ માણી અને નાયકના સ્વરૂપ વિશેનાં પૃષ્ઠો મને ખૂબ ગમ્યાં. (૧૫-૭-૯૧ના પત્રમાંથી) - ડૉ. એડગર સી. પોલોમ, પ્રોફેસર, પ્રાચ્ય ભાષાઓનો વિભાગ, યુનિવર્સિટી ઓફ ટેક્સાસ, ઓસ્ટિન, ટેક્સાસ (યુ.એસ.એ.) ૫. ‘તમે મૂળ સંસ્કૃત ગ્રંથના પ્રત્યેક વાક્યને ધ્યાનમાં રાખી વિશદ વિવેચન કર્યું છે અને કાવ્યશાસ્ત્ર તેમજ રસશાસ્ત્રની વિવિધ શાખાઓનું હાર્દ દર્શાવ્યું છે એ તમારો આ ક્ષેત્રમાં વિશિષ્ટ ફાળો છે. તમારું આ મહત્ત્વનું કાર્ય તમે ગુજરાતી ભાષામાં મૂકવા માટે વિચારી રહ્યા છો, એટલું જ નહીં પણ તમે તે કરી રહ્યા છો તે ઘણું ઉચિત છે. આ માટે તમે વિદ્વજ્જનોના ધન્યવાદને પાત્ર છો.” * (૨૦-૪-૮૭ના પત્રમાંથી) - ડૉ. નગીનભાઈ જે. શાહ, એમ.એ., પીએચ.ડી. (નિવૃત્ત) કા. કા. નિયામક, એલ. ડી. ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, ગુજરાત યુનિવર્સિટી પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૯ ૬. સંસ્કૃત વિવેચનશામાં તમારા ધ્યાનપાત્ર અર્પણરૂપ ગ્રંથના વિમોચનનો આ સુયોગ્ય અવસર છે. તમારા જેવા વિદ્યાનિષ્ઠ અધ્યાપકો આજે દુર્લભ છે અને મને વિશ્વાસ છે કે, તમારો વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ સંસ્કૃત વિદ્વાનોની નવી પેઢીને સાહિત્યવિવેચન તથા ભારતીય સૌંદર્યશાસ્ત્રના નવા પડકારો ઝીલી લેવાની પ્રેરણા આપશે. જેને પરિણામે અંતતોગત્વા તુલનાત્મક વિવેચનશાસ્ત્રનો ઉદ્દભવ થશે, જેનો નક્કર પાયો તમે, ડૉ. રાઘવન, ડૉ. કાણે, ડૉ. કૃષ્ણમૂર્તિ અને કે. સી. પાંડે જેવા વિદ્વાનો સાથે રચ્યો છે.” (ભારતીય વિદ્યાભવન, મુંબઈ ખાતે અંગ્રેજી આવૃત્તિના વિમોચન પ્રસંગે પાઠવેલા તા. ૨૮-૯-૯૦ના પત્રમાંથી) ડૉ. આર. સી. દ્વિવેદી, માનદ નિયામકશ્રી, સ્કૂલ ઓફ હ્યુમેનિટિઝ, યુનિવર્સિટી ઓફ રાજસ્થાન, જયપુર-૩૦૨ ૨૦૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy