SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. “કાવ્યાનુશાસનના અધ્યયન વિશેના તમારા ગ્રંથનું મે કાળજીપૂર્વકતથા વિવેચનાત્મક દષ્ટિથી અધ્યયન કર્યું છે અને તમારા કઠિન પરિશ્રમ પ્રત્યે તથા ગ્રંથના પાને પાને પ્રતિબિંબિત થતી બુદ્ધિપ્રતિભાથી આશ્ચર્યમુગ્ધ થયો છું. હું કહી શકું છું કે પ્રાચીન ભારતીય સાહિત્યશાસ્ત્રના વિષય પર તમારો ગ્રંથ પાંડિત્વપૂર્ણ છે. ખાસ કરીને આ ગ્રંથમાં, મૂળ “કાવ્યાનુશાસન' ગ્રંથના જેન કર્તા(હેમચન્દ્રાચાર્ય)ને યોગ્ય ન્યાય મળ્યો છે - જેમણે ભારતીય સાહિત્યના ઇતિહાસમાં ખૂબ ફાળો આપ્યો છે. આ ગ્રંથ ખૂબ જ પરિપૂર્ણ છે અને બધાં જ પાસાંને આલોચનાત્મક દ્રષ્ટિથી યોગ્ય ન્યાય અપાયો છે. તમે યોગ્ય રીતે જ કહ્યું છે તેમચન્દ્રાચાર્યનો “કાવ્યાનુશાસન' ગ્રંથ ભારતીય કાવ્યશાસ્ત્ર તથા નાટ્યશાસ્ત્રના પ્રમાણભૂત ગ્રંથ છે, “કાવ્યાનુશાસનનું મૂલ્ય ખૂબ જ ઊંચું આંકવું ઘિટે છે. સંસ્કૃત અને પ્રાકૃતના અભ્યાસીઓને આ ગ્રંથની સંદર્ભગ્રંથ તરીકે ભલામણ કરવા ઈચ્છું છું. કેમ કે, આ ગ્રંથના વાચન વિના એવા અભ્યાસીઓને ભારતમાં વિકસેલ કાવ્યશાસ્ત્રનો પૂરો ખ્યાલ નહીં આવે. ' - તમારી વિદ્વતાને અભિનંદન આપતાં મને જરા પણ ખચકાટ થતો નથી અને મને શ્રદ્ધા છે કે તમે ભવિષ્યમાં આવા બીજા વધારે ગ્રંથો આપશો. જૈન વિદ્યાઓના અભ્યાસી તરીકે મને એ જાણતાં ખૂબ જ આનંદ થાય છે કે ભારતમાં સાહિત્યશાસ્ત્રના વિકાસમાં જેનોનો આવો ફાળો છે. આ ક્ષેત્રમાં તમે ઘણી સારી સેવા બજાવી છે અને તમને બધેથી અભિનંદન મળવાં ઘટે છે. (૧૫-૬-૯૦ના પત્રમાંથી) (૧૫-૬-૮ના પણ પ્રો. ડૉ. વી. એમ. ઉપાધે, એમ.એ., પીએચ.ડી. મુંબઈ યુનિવર્સિટીના સંસ્કૃત-પ્રાકૃતના પ્રસિદ્ધ પ્રોફેસર અને જૈન વિદ્યાવિદ્ તથા ભૂ.પૂ. અધ્યક્ષ, સંસ્કૃત અને પ્રાકૃત વિભાગ, પાર્લ કોલેજ, વિલેપાર્લે (પૂર્વ), મુંબઈ-૪૦૦ ૦૫૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy