SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક(૬૭)માં કમળની કળીના લીલા રંગનું વર્ણન ન કરવાનો કવિસમય કવિતારૂમ પામ્યો છે - લવણસમુદ્રમાં ડૂબેલી પૃથ્વીને પોતાની વિશાળ કમળકળીની ભ્રાંતિ પેદા કરતી દાઢથી ઉપર ઊંચકીને, દેવો-દાનવોના પ્રચંડ કોલાહલ સાથે, ઉપર આવી રહેલા ભગવાન આદિવરાહનું ગગનચુંબી શરીર આપણું રક્ષણ કરો (અહીં સફેદ દાઢના ઉપમાન તરીકે ઉલ્લેખી કમળ-કળીનું શ્વેત (સફેદ) રંગમાં વર્ણન કર્યું છે, લીલા રંગમાં નહીં). શ્લોક(૬૮)માં પ્રિયંગુલતાનાં પુષ્પો પીળા રંગનાં હોવા છતાં તેનું વર્ણન ન કરવાનો કવિસમય કાવ્યરૂપ પામ્યો છે - આંધ્રસ્ત્રીઓના પ્રિયંગુલતાનાં પુષ્પો જેવા શ્યામ સ્તનમંડળને શણગારવા માટે જ દક્ષિણ સમુદ્ર સ્વચ્છ મોતીની સમૃદ્ધિ પેદા કરે છે. શ્લોક ૬૯-૭૦માં પ્રથમ કવિસમયના ક્રિયારૂપ અર્થના અવર્ણનનાં બે ઉદાહરણો છે. શ્લોક(૬૯)માં દિવસે નીલકમલની ખીલવાની ક્રિયા ન વર્ણવવી એવા કવિસમયનું ઉદાહરણ છે. નાયિકાની સખીએ, સાંજના સમયે, નાયિકાનો શૃંગાર સજાવતી વખતે, એના ચંદ્રમા જેવા સુંદર મુખ પર કાળા અગરની પત્ર-રચના કરીને, તેના કાનમાં, ભૂરા કુમુદ(ફુવલય)ને પરોવતાં કહ્યું કે, “હવે આના ખીલવાનો સમય આવી ગયો છે' (એટલે કે રાતે નાયિકાના મુખચંદ્રથી કુમુદનો વિકાસ થશે). શ્લોક (90)માં રાત્રિના કારણે પારિજાતનાં પુષ્પો ખરી પડે છે છતાં તેનું કાવ્યમાં વર્ણન ન કરવું એ કવિસમયનું ઉદાહરણ છે - તમારા વિયોગમાં સૂરજે તેનો ઉગ્ર કિરણોથી મને આખો દિવસ તપાવી છે - આ રીતે પોતાના પ્રિય ચંદ્રમાને દુઃખ વર્ણવી રહેલી શેફાલિકા(પારિજાત) જાણે પુષ્પો રૂપી આંસુ પાડી રડી રહી છે.” હવે ગ્રંથકાર કવિસમય કે શિક્ષાના બીજા પ્રકાર અસનું આલેખનનાં દૃષ્ટાંતો કાવ્યમાં વર્ણવેલાં બતાવે છે. બીજા પ્રકારના કવિસમયના ચાર ભેદો છે. અસ્તિત્વમાં ન હોય એવી વસ્તુના જાતિરૂપ, દ્રવ્યરૂપ, ગુણરૂપ અને ક્રિયારૂપ અર્થોનું કાવ્યમાં વર્ણન કરવાને લગતા આ ચાર ભેદો છે. અસત્ જાતિરૂ૫ અર્થનું વર્ણન કરવાના દૃષ્ટાંત તરીકે વૃત્તિમાં ત્રણ દૃષ્ટાંતો રજૂ થયાં છે - નદીઓમાં રક્તકમલ, નીલકમલ વગેરે ન હોવા છતાં તેમનું વર્ણન કરવું; બધાં જળાશયોમાં હંસ વગેરેનું વર્ણન કરવું; અને દરેક પર્વતમાં સુવર્ણ, રત્નો વગેરે છે એવું આલેખન કરવું. કાલિદાસના મેઘદૂતનો એક પ્રસિદ્ધ શ્લોક(૧.૩૧) ઉદાહરણ (શ્લો. ૭૧) તરીકે રજૂ કરી, નદીઓમાં ખીલેલાં કમળોની હાજરી વર્ણવી હોવાનું દૃષ્ટાંત કાવ્યરૂપે સમજાવ્યું છે. નદીના વહેતા પાણીમાં હંસ, કમળ વગેરે ન હોય છતાં કવિ કાલિદાસે આ શ્લોકમાં શિપ્રા નદીમાં હંસ, કમળનું વર્ણન કરી,
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy