________________
કવિસમયનું અનુકરણ કર્યું છે. શ્લોક(૭૨)માં એજ કવિસમય અંતર્ગત, નદીમાં નીલકમલ વગેરેનું – અસતનું વર્ણન કર્યું છે. આકાશમાં ભ્રમણ કરનારાઓનાં, સૂરજના તડકાથી ઉત્પન્ન થયેલા પરસેવાનાં બિંદુઓને, પોતાના શીતમધુર પવનની લહેરોથી, દૂર કરતી અને નીલકમલનાં વનોની કાંતિથી, જાણે, યમુના નદી વડે પોતાના ખોળામાં રમાડાતી ગંગા નદીને, એ રાજાએ જોઈ. અહીં ગંગાના પ્રવાહમાં અસત્ નીલકમલ વનોનું વર્ણન, અસત્ જાતિરૂપ અર્થનું વર્ણન કરવાને લગતા કવિસમયનું ઉદાહરણ બની રહે છે. આ રીતે નદીઓમાં કુમુદ વગેરેનો ઉલ્લેખ થાય છે તેનાં ઉદાહરણો સાહિત્યમાં મળી રહેશે. “વૃત્તિ'માં રક્તકમલ”, “નીલકમલ' વગેરે લખ્યું છે તે કુમુદ વગેરે કમલ પ્રકારોનો સમાવેશ કરવા માટે છે. એટલે જ ઉદા. શ્લો. ૭૨ પછી વિવેકમાં, પુર્વ મુદ્રાપિ, એટલે કે, આ રીતે નદીઓમાં કુમુદ વગેરેનો ઉલ્લેખ કાવ્યમાં મળે છે એવો નિર્દેશ કર્યો છે. રાજશેખરે પણ આ જ શબ્દો વાપર્યા છે. દરેક જળાશયમાં હંસ હોતા નથી છતાં તેનું વર્ણન કરાય છે. તેનો કાવ્યપ્રયોગ દર્શાવતો ઉદા. શ્લોક(૭૩) વિવેક'માં રજૂ થયો છે. આ શ્લોકમાં એક નવીન નદીમાં પણ હંસો અને સારસોને પાણીના સેલ્લારા સાથે ડોલતા તથા સામૂહિક ધ્વનિથી નદીને બોલતી કરી દેતા વર્ણવ્યા છે. કવિસમયના બળે દરેક પર્વતમાં સુવર્ણ હોય છે તે દર્શાવવા ઉદા. શ્લોક(૭૪) રજૂ થયો છે. એમાં, સમુદ્રની બરાબરી કરતો જીમૂત-ભર્તા નામનો પર્વત પોતાના વિશાળ સુવર્ણ-જથ્થા માટે પ્રખ્યાત છે એવું વર્ણન છે. દરેક પર્વતમાં રત્નો છે તે દર્શાવતા શ્લોક(૭૫)માં સુદંર ઢેલો, ઇન્દ્રનીલ પર્વતના ઢોળાવ પર, લાંબી ડોક ઊંચી કરીને, હાથીઓની સૂંઢાથી સૂત્કાર સાથે આકાશમાં ફેંકેલાં જણકણોથી ફેલાઈ જતાં નીલ-મણિઓના કિરણસમૂહને મેઘ સમજીને આનંદ સાથે નિહાળી રહી છે. આવું સાધારણ પર્વત પર નીલ-મણિ કે રત્ન હોવા અંગે નિરૂપણ છે. અસત્ જાતિરૂપ અર્થનાં ત્રણ ઉદાહરણો આપ્યા પછી, ગ્રંથકાર અસત્ દ્રવ્યરૂપ અર્થના બે નમૂના પ્રસ્તુત કરે છે : ૧. અંધકાર મુઠ્ઠીમાં પકડી શકાય છે, સોયથી ભેદી શકાય છે; ૨. ચંદ્રિકાને ઘડામાં લઈ જઈ શકાય છે. ઉદા.
ગ્લો ૭૪, ૭૭ અને ૭૮ વડે આ નમૂના સ્પષ્ટ સમજાવ્યા છે. આમ શ્લો. ૭૬ કે જે રાજશેખરકૃત વિદ્ધથશાસ્ત્રના '(૩.૬)માંથી લીધેલો શ્લોક છે તેમાં કવિ કહે છે કે, “મુઠ્ઠીમાં પકડવા લાયક અંધકાર, દિશાઓને શરીર સાથે ચોંટી જતી બનાવી દે છે; વિશાળ પૃથ્વીને પગે ચાલવાપાત્ર લંબાઈવાળી બનાવી દે છે; અને આકાશને માથાને અડતું બનાવી દે છે. ટૂંકમાં અડાબીડ, ગાઢ અંધકારમાં વિશ્વ
૫૭