________________
ન્યાયમૂર્તિશ્રી એ. કે. શાહ (સૂરત), વિદ્યાપ્રેમી મુ. શ્રી છોટાલાલભાઈ કે. શાહ (સૂરત), વડોદરાના પ્રાચ્ય વિદ્યા મંદિરના વિદ્વાન નિયામકશ્રી ડૉ. રામકૃષ્ણભાઈ વ્યાસ, શ્રી નગીનભાઈ દોશી, શ્રી એસ. બી. ઝવેરી, શ્રી નાનુભાઈ મહેતા, ડૉ. શાન્તિકુમારભાઈ પંડ્યા,ડે. ગૌતમભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ તથાડૉ. ભાનુબેન નાણાવટી, શ્રી નરેશભાઈ પી. શાહ, શ્રી પુષ્પસેનભાઈ ઝવેરી, શ્રી સૂર્યકાન્તભાઈ એસ. શાહ, શ્રી અશોકભાઈ પી. શાહ, શ્રી નગીનભાઈ જસાણી, શ્રી કે.પી. સંઘવી પરિવાર, પ્રિ. એમ. સી. શાહ, શ્રી પ્રદીપભાઈ મહેતા, મુ. શ્રી ચન્દ્રકાન્તભાઈ એ. દોશી, શ્રી ચિનુભાઈ રિખવચંદ, શ્રી હસમુખભાઈ ચુડગર, મુ. શ્રી રસિકકાકા (નરોડાવાળા), શ્રી ચંદ્રકાન્તભાઈ ગાંધી, શ્રી કિર્તીલાલ કે. દોશી, પૂ. ભદ્રાબહેન ઝવેરી, પૂ. સુશીલાબહેન આર. મહેતા, શ્રી નવનીતભાઈ પટેલ, શ્રી જયંતિભાઈ કે. શાહ આદિ વિદ્વાને અને વિદ્યારસિકો શરૂઆતથી જ રસ લઈ રહ્યા છે એને મને આનંદ છે. શ્રી હેમચન્દ્રાચાર્યના સાહિત્યના અનેક જ્ઞાનપ્રેમી ચાહકોએ ગુજરાતી આવૃત્તિના પ્રકાશનની હાર્દિક અનુમોદના કરી છે એ અંગે અંતઃકરણપૂર્વક કૃતજ્ઞતા પ્રગટ કરું છું. વિદ્વાનોએ અંગ્રેજી આવૃત્તિ અંગે પ્રોત્સાહક પ્રતિભાવ દાખવ્યો હત; એ પ્રમાણે જ, આ ગુજરાતી ગ્રંથ પણ વિદ્વાનોના પરિતોષને પાત્ર ઠરશે અને સાહિત્યશાસ્ત્રના અભ્યાસીઓને ઉપયોગી નીવડશે તો મારા અધ્યયનપ્રયાસને સાર્થક માનીશ અને કૃતાર્થતા અનુભવીશ. - ‘દર્શન પ્રિન્ટર્સના સ્વજનતુલ્ય સાહિત્યરસિક સંચાલક શ્રી જયંતીભાઈએ તથા શ્રી હરેશભાઈ અને શ્રી નયનભાઈએ આ ગ્રંથના પ્રકાશનમાં હૃદયના ઉમળકાથી સાથ-સહકાર આપ્યો છે તે અંગે તેઓશ્રીને ધન્યવાદ આપું છું. અમદાવાદના “સરસ્વતી પુસ્તક ભંડાર'ના શ્રી અશ્વિનભાઈ તથા શ્રી હીરાભાઈ તરફથી હંમેશની જેમ, આ ગ્રંથના વિતરણમાં ઉમળકાભર્યો સાથ મળશે એવી શ્રદ્ધા છે. આ ગ્રંથ તૈયાર કરવામાં ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય, એમ. જે. લાયબ્રેરી, ભારતીય વિદ્યાભવન મુનશી ગ્રંથાગાર, શ્રીમતી સદ્ગુણાબેન ગર્લ્સ કોલેજ ગ્રંથાલય તથા એલ.ડી. ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડોલોજીના ગ્રંથાલયની સગવડો લાભ મળ્યો છે. એ સર્વ ગ્રંથાલયોના કાર્યવાહકોનો હું આભાર માનું છું. શ્રી હેમચન્દ્રાચાર્ય જન્મદિન,
અમૃત ઉપાધ્યાય કાર્તિકી પૂર્ણિમા, સં. ૨૦૫૧ ૧૮મી નવેમ્બર, ૧૯૯૪, અમદાવાદ