________________
ગુજરાતીમાં રજૂ કર્યો છે. અંગ્રેજી આવૃત્તિને આવકારતા બે શબ્દો પ્રસિદ્ધ વિદ્વાન ડૉ. તપસ્વી નાન્દીએ લખ્યા હતા તેનો સારાંશ પણ અન્યત્ર રજૂ કર્યો છે.
“કાવ્યાનુશાસન' જેવા પરિપૂર્ણ, બૃહત્કાય, શાસ્ત્રીય, ત્રિસ્તરીય ગ્રંથ વિશે આવો સંપૂર્ણ, વિસ્તૃત, વિવેચનાત્મક અધ્યયનગ્રંથ તૈયાર કરવામાં પ્રાચીન શાસ્ત્રગ્રંથો ઉપરાંત અગાઉના વિખ્યાત અભ્યાસીઓના ગ્રંથો તથા લખાણોનું ઝીણવટભર્યું પરિશીલન અનિવાર્ય છે. આ રીતે મેં અનેક પ્રાચીન આધારગ્રંથોનો તથા અર્વાચીન અભ્યાસ-ગ્રંથોનો ઉપયોગ કર્યો છે અને એ બધા પૂર્વસૂરિઓ પ્રત્યે હું આ સ્થળે આભારપ્રદર્શન કરું છું. આ સંદર્ભમાં મારે પ્રો. ૨. છો. પરીખ, પ્રો. આનંદશંકર ધ્રુવ, પ્રો. રામચંદ્ર બી. આઠવલે, ડૉ. વિ. એમ. કુલકર્ણી, ડૉ. વિ. રાઘવન, ડૉ. કે. કૃષ્ણમૂર્તિ, આર. નોલી, મેસન અને પટવર્ધન, ડો. પી. વિ. કાણે, ડૉ. સુશીલકુમાર દે, પ્રો. શિવપ્રસાદ ભટ્ટાચાર્ય તથા દેશ-વિદેશના અન્ય આધુનિક શાસ્ત્રજ્ઞ લેખકોના ગ્રંથો-લેખોનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ - જેમના ગ્રંથો-લેખોમાંથી મને આ અભ્યાસ-ગ્રંથ તૈયાર કરવામાં ખૂબ જ માર્ગદર્શન તથા મદદ મળ્યાં છે. - રાજસ્થાન યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત અને પીઢ વિદ્વાન ડૉ. રામચંદ્ર દ્વિવેદી તથા ઉદયપુરસ્થિત સુખડિયા યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર ડૉ. મૂલચંદ પાઠક જેવા વિદ્વાનોએ મારા મૂળ મહાનિબંધ માટે સહૃદયતાપૂર્ણ ઉદ્ગારો વ્યક્ત કર્યા હતા અને તેના ત્વરિત પ્રકાશન માટે સૂચન કર્યું હતું તે પણ ઉલ્લેખનીય છે.
મારે ખાસ ઉલ્લેખ કરવો પડે તેવી બાબત એ છે કે, પ્રકાંડ સંસ્કૃતજ્ઞ સદ્ગત પ્રો. આર. બી. આઠવળે કે જેમની સાથે નિકટના સંપર્કમાં આવવાનું મને સદ્ભાગ્ય સાંપડ્યું હતું, તેઓ જીવનની અંતિમ ક્ષણો સુધી આ અભ્યાસગ્રંથમાં ખૂબ જ રસ લેતા હતા અને તેમણે છેલ્લા શ્વાસ લીધા તેની પૂર્વે, મુ. પ્રો. વી. એમ. કુલકર્ણી સાહેબની ઉપસ્થિતિમાં મારા અધ્યયન અંગે એ બુઝુર્ગ વિદ્વાને સંતોષ વ્યક્ત કર્યો હતો અને ગ્રંથ-પ્રકાશનને અંતરના આશિષ પાઠવ્યા હતા.
વૃત્તિ-વ્યાખ્યા સાથેનો “કાવ્યાનુશાસન ગ્રંથ, પ્રાચીન સંસ્કૃત સાહિત્યશાસ્ત્રના વિશ્વકોશ જેવો અનન્ય ગ્રંથ છે અને એ ત્રિસ્તરીય ગ્રંથની મારી અધ્યયન-સાધનાને ગુજરાતી ભાષામાં પ્રસ્તુત કરવાની યોજનામાં આપણા વયોવૃદ્ધ સાહિત્યકાર શ્રી ગુલાબદાસ બ્રોકર,અમદાવાદની એલ.ડી.ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડોલોજીના ભૂતપૂર્વ નિયામકશ્રી ડૉ. નગીનદાસ જે. શાહ, પ્રો. જયાનંદભાઈ દવે (રાજકોટ), ભૂ.પૂ.